________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
૧૧૫ પ્રજ્ઞા હતી. પ્રજ્ઞા પ્રાપ્તિના પ્રયત્નમાં તેઓ અનેક જ્ઞાની અને ધ્યાનીના સંપર્કમાં આવ્યા અને એક પછી એકે બતાવેલ તત્ત્વજ્ઞાનને અનેક ભાગે સાક્ષાત્કાર કરીને છોડતા ગયા. જે બીજા પાસેથી મળ્યું તેમાં તેમને સદેવ અસંતોષ જ રહ્યો. અને છેવટે તેમણે પોતાના ધ્યાનબળે જે તત્ત્વનો સાક્ષાત્કાર કર્યો તેના વિષે તેમણે એ સ્પષ્ટ દાવો કર્યો છે કે મેં જે પ્રાપ્ત કર્યું છે તે અપૂર્વ છે; મારા પહેલાં એને કેઈએ સાક્ષાત્કાર કર્યો નથી. આમ બુદ્ધને પ્રયત્ન સ્વતંત્ર રીતે પ્રજ્ઞા પ્રાપ્ત કરવાનો રહ્યો છે અને તેથી તેમનું દર્શન એ તેમનું પોતાનું છે. તેમણે એક નવી નિષ્ઠા ઊભી કરી છે. તત્ત્વજ્ઞાનની બાબતમાં એ કેઈને અનુસર્યા નથી, એવો તેમનો દાવો છે. આમ બુદ્દે જ્યારે પ્રજ્ઞાનાં કપાટ ઉઘાડી નાખ્યાં અને તેને મોકળી મૂકી ત્યારે તેનું પરિણામ તેમના સુધી જ સીમિત રહે એ અસંભવ હતું. તેમના સંઘમાં પણુએ પ્રજ્ઞાવિકાસ પ્રત્યે સ્પષ્ટ પ્રયત્નો દેખાય છે. પરિણામે ઉત્તરોત્તર સૂમ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ દાર્શનિક વિચારણને આધારે વિવિધ સંપ્રદાયોના પાયા બૌદ્ધ દર્શનમાં નંખાયા છે અને વિજ્ઞાનવાદ અને શુન્યવાદ જેવા, પ્રજ્ઞાનો ઉત્તરોત્તર ઉત્કર્ષ સિદ્ધ કરતા વાદો અસ્તિત્વમાં આવ્યા છે. મધ્યમમાર્ગનું પ્રજ્ઞાના ક્ષેત્રમાં કેન્દ્રબિન્દુ કાયમ રાખવા છતાં એ માધ્યમિક વસ્તુને દોર લાંબો હોઈ દાર્શનિક વિચારણમાં જે ટ બૌદ્ધ આચાર્યોએ લીધી છે તે ભારતીય દર્શનોના ઈતિહાસમાં પ્રજ્ઞામાર્ગનું એક અદ્વિતીય દૃષ્ટાંત બની રહે છે. આવી છૂટ જૈન આચાએંએ લીધી નથી એ પણ એટલું જ સ્પષ્ટ છે. અને તે સિદ્ધ કરે છે કે તેમને માર્ગ પ્રજ્ઞાને નહિ પણ કષાયવિજયનો હતો.
–“પ્રબુદ્ધજીવન”, તા. ૧૫૫-૫૮, ૧-૬-૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org