________________
જૈનધર્મ અને મૌદ્ધધર્મ
૧૩
વિચારભેદ યા દનભેદ નહિ પણ બાહ્ય આચાર પરત્વે ઉત્કટતાભેદ જોવા મળશે. શ્વેતામ્બર–દિગમ્બરની દાનિક વિવાદની બાબતે કશી જ નથી; મુખ્ય વિવાદ છે માત્ર વસ્ત્ર પહેરવાં કે નહિ એ બાબતનો; અને તેને આધારે પછી શ્રીમુક્તિ હોઈ શકે કે નહીં એ પ્રશ્નમાં પણ વિવાદ થયા. શ્વેતામ્બરમાં પણ સ્થાનકવાસી અને મૂર્તિપૂજકમાં મુખ્ય ભેદ મૂર્તિને પૂજવા ન પૂજવા વિષે છે, અને બાકી વેશમાં થોડા ભેદ છે. સ્થાનકવાસી અને તેરાપંથીમાં આચારની કઠારતાને એટલે સુધી લંબાવવા પ્રયત્ન કરવામાં આવ્યા કે કેવળ બાહ્ય આચરણમાં જ કઠારતા રહી અને અહિંસાના વિચારને એ આચારની કઠોરતાની સાટીએ કસવા જતાં, તેરાપથીમાં અહિ ંસાના વિચાર કેવળ યાશૂન્ય-કરુણાશૂન્ય એક હાસ્યાસ્પદ સિદ્ધાન્ત બની ગયે ! આમ દેહદમન ઉપર ભાર આપવા જતાં ભગવાન મહાવીરને અહિંસા સિદ્ધાન્ત કેવીયનીય સ્થિતિને પામ્યા તે આપણે જોઈ શકીએ છીએ. વળી, જૈન શાસ્ત્રમાં ધ્યાનનું જે વર્ણન અઢી હજાર વર્ષ પહેલાંનું મળે છે તે ધ્યાનની સાધન! સંધમાં ચાલુ રહી હેાય તેમ જણાતુ નથી, કારણ, એ ધ્યાન અંગેની પ્રક્રિયાના પ્રાચીન નિરૂપણમાં જોઈ એ તેટલી વિશદતા મળતી નથી; અને ત્યાર પછી પણ એના વિષે ધ્યાન કરનારને સહાયક બની શકે એવું પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ થયેલું ઉપલબ્ધ થતું નથી. એ બતાવે છે કે ધ્યાનમાગનું અવલંબન જૈન સધે ગૌણ કરી દીધું હતુ. અને તે આજે પણ જૈન સંધમાં જોઈ શકાય છે. તપસ્યા-દેહદમન–અનશનના ભેદ-પ્રભેદ એટલા બધા વિસ્તૃત થઈ ગયા છે કે તેનું પણ એક સ્વતંત્ર શાસ્ત્ર બની જાય. એમાં હવે તે આગળ-પાછળના આડંબર એટલા વધી ગયા છે કે તપસ્વી મણુ તપસ્યા કરતાં એ આડંબરમાં વધારે રત બની જાય એવા સંભવ વધારે છે. આમ ભગવાન મહાવીરની ધ્યાન સાથે ઉત્કટ તપસ્યાને અલે સંધમાં સર્વગ્રાહ્ય એવી ઉત્કટ તપસ્યા–અનશન વગેરે-મહત્ત્વને પામી અને ધ્યાનમા ગૌણ ખની ગયા.
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org