________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
૧૦૯ છે. બુદ્ધની મહાકરણની ભાવનામાં જગદુદ્ધારનાં બીજે રહ્યાં છે, એટલે પ્રાથમિક હીનયાનમાંથી બૌદ્ધધર્મે મહાયાનનું રૂપ લીધું અને બોધિસત્વના આદર્શને આગળ કરી સ્વકલ્યાણ કરતાં પરકલ્યાણને મહત્ત્વ આપ્યું. બૌદ્ધધર્મના વિશ્વવ્યાપી પ્રચારમાં આ તત્વે મહત્ત્વનો ફાળો આપે છે. આથી ઊલટું, જૈનધર્મમાં મહાકણુને અવકાશ છતાં અને અહિંસાના મૂળમાં મહાકણની ભાવના છતાં તેનું વ્યાવહારિક રૂ૫ નિવૃત્તિએ-હિંસાનિવૃત્તિએ લીધું અને કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ત્યાજ્ય ગણાઈ અહિંસાના ઐકાન્તિક આગ્રહ ઉપર જીવનવ્યાપી વ્યવહારનું નિર્માણ થયું, પરકલ્યાણ કરતાં સ્વકલ્યાણનું મહત્ત્વ વધ્યું, એટલે મહાકરણને સક્રિય બનવાને અવકાશ ઓછો રહ્યો; તે નિષ્ક્રિય રહી. નિષ્ક્રિય મહાકણું અમુક વ્યક્તિઓ માટે તો આકર્ષક બની શકે, પણ તે વ્યાપક બની શકે નહિ. આથી જૈનધર્મના પ્રચારમાં આ પણ એક બાધક તત્ત્વ બન્યું.
જૈન અને બૌદ્ધધર્મમાં બાહ્યાચારનું ઘડતર
શ્રમણ ધર્મનાં સામાન્ય લક્ષણ બને ધમમાં સમાન હોઈ. બાહ્ય આચાર અને અનુષ્ઠાનના નિયમમાં બને ધર્મમાં વિશેષ પ્રકારે સાધર્યું હોય એ સ્વાભાવિક છે. છતાં પણ જૈનધર્મના બાહ્યાચારનું અને બૌદ્ધધર્મના બાહ્યાચારનું ઘડતર મહાવીર અને બુદ્ધની પ્રકૃતિને અનુસરીને થયું છે અને તેને લીધે આચરણ પાછળની દૃષ્ટિમાં મૌલિક ભેદ છે.
પાર્થ અને તેમની પરંપરામાં ત્યાગ અને તપસ્યાને સ્થાન. અવશ્ય હતું, પણ તેમાં ઉત્કટતા ભગવાન મહાવીરે દાખલ કરી.. પાર્શ્વના ભિક્ષુઓમાં વસ્ત્રપરિધાનની છૂટ હતી, પણ ભગવાન મહાવીરે અચેલકતાનો આગ્રહ રાખ્યો. કઈ પણ આંતરિક સિદ્ધાન્તનું અનુસરણ ત્યારે જ પૂરું થયું ગણાય, જે તદનુરૂપ આચરણને ગોઠવવામાં એવે અર્થાત આંતરને પડઘો બહાર પડવો જ જોઈએ. આ પ્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org