________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
૧૦૭ પરાને છોડતાં જરાય આંચકે અનુભવ્યો હોય એમ નથી જણાતું. જેની જેની પાસે તેઓ જાય છે તેની પાસેથી જે શીખવાનું હતું તે શીખી લીધા. પછી પણ તેમને અસંતોષ રહે છે, અને આ જે કાંઈ શીખવે છે તે અંતિમ સત્ય નથી એમ માની તેઓ આગળ વધે છે. આમ એમણે અનેક ગુરુ કર્યા, અનેક દર્શનનો અનુભવ કર્યો, પણ તેમના મનને સંતોષ થયે નહિ. સાધનામાં પણ જે સરલ અને કઠિન સાધનાના પ્રકારે છે, એ માર્ગે પણ તેઓ ગયા. છેવટે એ બધી સાધના છેડીને પોતે પિતાનો માર્ગ નકકી કર્યો અને એ જ માર્ગો પરમ સત્ય પામવાને પ્રયત્ન પણ કર્યો. અને અંતે જાહેર કર્યું કે મેં જે જાણ્યું છે અને જે અનુભવ્યું છે તે અત્યાર લગી કેઈએ જોયું–જાયું નથી; મારે માર્ગ અને મારું દર્શન અપૂર્વ છે. આ દૃષ્ટિએ બુદ્ધ પ્રરૂપેલ બૌદ્ધ ધર્મ એ તેમના પિતાને છે; તેમને એ પરંપરાથી પ્રાપ્ત થયા છે, એમ નથી. તેઓ પરંપરાના સર્જક છે, અનુયાયી નથી.
આ દૃષ્ટિએ જોઈએ તો મહાવીર પરંપરાનુયાયી છે અને બુદ્ધ પરંપરાના સર્જક છે અને મહાવીરનો જૈનધર્મ એ પરંપરાપ્રાપ્ત ધર્મ છે, જ્યારે બુદ્ધનો ધમ–બૌદ્ધધર્મ-એ અપૂર્વ છે, નવી પરંપરાનું સર્જન છે.
જૈન અને બૌદ્ધધર્મને પ્રચાર; તેનાં બાહ્ય કારણે
પ્રાચીન પરંપરા અને નવી સજતી પરંપરામાં અનેક રીતે હાનિ-લાભો સંભવે છે અને તે જૈન અને બૌદ્ધ બને ધર્મને ભાગે આવે તે સ્વાભાવિક છે. પ્રાચીન પરંપરામાં પ્રચાર માટેની ધગશ. લગભગ સરી ગઈ હોય છે, જ્યારે નવીન પરંપરામાં એવી ધગશ ઉગ્ર રૂપ પકડે છે. પ્રચારની બાબતમાં પ્રાચીન પરંપરામાં ઉપેક્ષા સંભવી. શકે છે, જ્યારે નવી પરંપરામાં એવી ઉપેક્ષા પાલવી શકે નહિ. એટલે આપણે બુદ્ધ ઉચ્ચારેલ વથ મરે વારિતાં વહુનનહિતાય વલ્લુઝનજુલા–જેવા પ્રચારોત્તેજક વાક્યો સાંભળીએ છીએ; જ્યારે જૈન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org