________________
::::::::::::::::::::
:::
૧૦૦
જૈનધર્મચિંતન કરવો પડ્યો છે. આથી આચારની ઐકાંતિક ઉત્કટતાનું સર્વથા પાલન કેટલું અઘરું છે એ વસ્તુ જેમ સિદ્ધ છે, તેમ દિગંબરોની એવી માન્યતા કે આચારની ઉત્કટતા તે અમારી જ, અને શ્વેતાંબરો તો માત્ર શિથિલ–એ સત્યથી વેગળી છે એ પણ સિદ્ધ થાય છે.
પણ દિગંબરાચાર્યોએ જૈનધર્મ માટે જે ઉત્કૃષ્ટ સેવા કરી છે તે તે એ છે કે તેમણે પોતાની શાસ્ત્રરચનામાં સંસ્કૃતને વિશેષ
સ્થાન આપ્યું છે, અને આચાર વિશેનાં લાંબાં વિવેચનોને બદલે જૈન દર્શનના અનેકાંતવાદને ભારતીય દર્શનમાં વિશેષ રૂપે પ્રતિષ્ઠિત કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. ઈસ્વી સનની પ્રારંભિક શતાબ્દીઓ પછીના કાળમાં આચારચર્ચા સર્વત્ર ગૌણ બની ગઈ હતી, પણ દાર્શનિક તોની ચર્ચા વિશેષ રૂપે થવા લાગી હતી. તે ટાણે દિગંબર આચાર્યોએ દર્શનક્ષેત્રમાં ઝુકાવ્યું અને વૈદિક તથા બૌદ્ધ દાર્શનિકો સાથે ટક્કર લઈ શકે તેવા પ્રત્યેનું નિર્માણ કર્યું આને લીધે જૈન દર્શનને પણું ભારતીય દર્શનમાં નિશ્ચિત સ્થાન પ્રાપ્ત થયું.
મૂર્તિપૂજાના વિરોધી સંપ્રદાય કાળે કરી આ શ્વેતાંબર–દિગંબર અને સંપ્રદાયમાં તીર્થકરની મૂર્તિપૂજાને પ્રચાર થઈ ગયો હતો, અને ગૃહસ્થ માટે તો આચારમાં એ જ મુખ્ય આલંબન હતું. વૈષ્ણવ ભક્તિના પ્રચાર સાથે મૂર્તિપૂજામાં આડંબર વધી ગયા હતા અને તેની અસર જૈન મૂર્તિ પૂજક ઉપર પડે તે સ્વાભાવિક હતું. આથી જૈનધર્મના સમાધિમાર્ગમાં આ મૂર્તિપૂજાના આડંબરે અતિરેક બાધક થઈ જાય એવી સ્થિતિએ પહોંચ્યો હતો. તેવામાં હિંદુસ્તાનમાં મૂર્તિવિધી ઈસ્લામધર્મને પ્રભાવ, મુસ્લિમ રાજ્યને કારણે પણ, વળે. અને તેની અસર જૈનધર્મ ઉપર પણ પડી. પરિણામે જેનોમાં મૂર્તિપૂજાના વિરોધમાં શ્વેતાંબર અને દિગંબર બને સંપ્રદાયમાં સ્થાનકવાસી અને તારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org