________________
૧૦૪
જૈનધર્મચિંતન ગુણપૂજાનું મહત્ત્વ છે; એ તો એના નામથી જ સ્પષ્ટ છે. છતાં પણ અને ધર્મોમાં તીર્થકરો અને બુદ્ધોની પરંપરા માનવામાં આવી છે. ભગવાન મહાવીર એ ૨૪મા તીર્થંકર છે, તો ભગવાન બુદ્ધ એ ૨૫મા બુદ્ધ છે. મનુષ્યરૂપે જન્મવા છતાં સાધનાને બળ આત્મવિકાસ કરીને જે વ્યક્તિ વીતરાગ અને સર્વજ્ઞ બને છે અને જગદુદ્ધારની દૃષ્ટિએ શાસન કરે છે, તે બન્ને ધર્મમાં ભગવાનને નામે ઓળખાય છે, અને તીર્થકર કે બુદ્ધ તરીકે પૂજાય છે. બન્નેમાં સમાન રૂપે એ મનાયું છે કે તીર્થકર કે બુદ્ધપદની પ્રાપ્તિ એ કાંઈ એક જન્મની સાધનાનું ફળ નથી, પણ અનેક જન્મમાં અનેક ગુણોની સાધના કરતાં કરતાં અને કેઈ વ્યક્તિ તીર્થકર કે બુદ્ધ બને છે. બને ધર્મોમાં પ્રત્યેકબુદ્ધ નામનો એક વર્ગ અલગ માનવામાં આવ્યો છે, જે મૂકકેવળી પણ કહેવાય છે, જે માત્ર આત્મકલ્યાણ જ કરીને કૃતકૃત્યતા અનુભવે છે. પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકર-બુદ્ધ વચ્ચે જે ભેદ છે તે એ છે કે પ્રત્યેકબુદ્ધની સાધના સ્વકલ્યાણની દૃષ્ટિએ થઈ હઈ તે પરકલ્યાણ સિવાયના બધા ગુણો તીર્થકર –બુદ્ધ જેવા જ ધરાવે છે, અર્થાત એ પણ પૂર્ણ પુરુષ તો છે જ અને નિર્વાણને પણ પામે જ છે, છતાં તે પરકલ્યાણની પ્રવૃત્તિ કરતા નથી; જ્યારે તીર્થકર અને બુદ્ધ આત્મકલ્યાણ સાથે સાથે પરિકલ્યાણમાં પણ પ્રવૃત્ત હોય છે, તેથી એને માટે આવશ્યક એવી કેટલીક વિશેષ શક્તિઓ, જે પ્રત્યેકબુદ્ધમાં નથી હોતી, તેને પણ એ પ્રાપ્ત કરે છે. આનું કારણ પૂર્વજન્મમાં કરેલ મહાકણુને વિશેષ અભ્યાસ છે, જેને લઈને તે માત્ર આત્મકલ્યાણમાં સંતોષ ન ભાનતાં પરકલ્યાણની ભાવના પણ પુષ્ટ કરે છે. પરિણામે તીર્થકર, શાસ્તા, બુદ્ધ, ભગવાન આદિ નામે પ્રસિદ્ધ થાય છે અને એને નામે ધર્મશાસન ચાલે છે.
જૈનધર્મ તો પ્રાચીન હાઈ ભગવાન મહાવીર પહેલાંના તીર્થકરે વિષે પણ કેટલીક ઐતિહાસિક સામગ્રી મળે છે. એટલે ૨૪ ની નિશ્ચિત સંખ્યા એ તે ધર્મવ્યવસ્થાનું પરિણામ હોવા છતાં મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org