________________
૯૬.
જૈનધર્મચિંતન. આજના આપણું રાજનૈતિક વિચારમાં જે સહઅસ્તિત્વની ભાવનાનો વિકાસ થઈ રહ્યો છે, તેના મૂળમાં પણ વિવિધ પાસાએ સત્યદર્શન કરવાનું વલણ, એ જ મુખ્ય ભાગ ભજવે છે.
હિંદુધર્મમાં જે વિવિધ દર્શને છે, તેમાં તત્ત્વવિચારણામાં કેટલીક વાર અસંગતિ ટાળવા અનેકાંતવાદને આશ્રય લેવા જ છે. પણ સમગ્ર દર્શનની ભિત્તિરૂપે અનેકાંતવાદને સ્વીકાર તે માત્ર જૈન દર્શનમાં જ છે એ નિઃશંક છે. એકાંતવાદને જન્મ દુરાગ્રહમાંથી છે, જ્યારે એવા આગ્રહને જૈન દર્શનમાં કોઈ સ્થાન નથી.
પણ આનો અર્થ એ નથી કે જૈન દર્શન કે ધર્મની વિચારણમાં બધી બાબતમાં નિરાગ્રહ જ પ્રવર્તે છે. જે કોઈ વિચારસરણી સંપ્રદાયનું રૂપ ધારણ કરે અને નાના-મોટા આચારભેદો ઊભા થાય, તેમાં એમ બની શકે જ નહિ. આથી નાના–મેટા આચારભેદને. સમન્વય જૈન આચાર્યો કરી શક્યા નહિ. આશ્ચર્યની વાત તો એ છે કે જેમણે સમગ્ર વિશ્વના જટિલ દાર્શનિક વિચારોનો સમન્વય કરવા પ્રયત્ન કર્યો, તેઓ જ ઘરઆંગણાના કેટલાય આચારવિષયક મતભેદોને સમન્વય. કરી ન શક્યા અને પોતપોતાના મતને આગ્રહપૂર્વક વળગી રહ્યા; પરિણમે જૈનધર્મમાં પણ અનેક સંપ્રદાય થયા. આમાં મનુષ્યસ્વભાવની માત્ર પોતાના મતને જ વળગી રહેવાની જે નિર્બળતા છે તેનું જ દર્શન થાય છે. પોતાના મતને વળગી રહેવું એમાં કશું ખોટું નથી, પણ સામાના મતને સમજવાનો પ્રયત્ન ન કરે એ ખોટું છે. એવો પ્રયત્ન થયો હોત તે જૈનધર્મમાં સંપ્રદાયોનો ઉદ્ભવ જ ન થયો હોત અને જૈનાચાર્યો એકબીજાના કટુતાપૂર્ણ ખંડનમંડનમાં ઊતર્યા ન હોત. પણ એ જ તો મનુષ્યસ્વભાવની વિચિત્રતા છે અને એને જ દૂર કરવાનો પ્રયત્ન ભગવાન મહાવીરનો હતો. તેઓ વિચારક્ષેત્રમાં સફળ થયા, પણ આચારક્ષેત્રમાં તેમના ઉપદેશનો સાર જેને લીધે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org