________________
હિન્દુધર્મ અને જૈનધર્મ
૯૫ જે આગ્રહ હોય છે તે અજંબ હોય છે. કોઈ વ્યક્તિએ જ્યારે પણ કેઈને વિષે કઈ મત બાંધ્યો હોય કે નિષ્ઠા નક્કી કરી હોય, ત્યારે તેની પાછળ કઈ ને કઈ દષ્ટિબિંદુ હોય જ છે. એ દષ્ટિબિંદુનો વિચાર કર્યા વિના જે કોઈનો મત વખોડવામાં આવે તો તેને જબરે આઘાત થાય તે સ્વાભાવિક છે, વગરવિચાર્યું કેઈને આવો આઘાત આપવો તે પણ હિંસા જ છે. આથી બીજાના દષ્ટિબિંદુને સમજવાને આદેશ આપીને ભગવાન મહાવીરે વિચારક્ષેત્રે અનેકાંતવાદ મા તે માનસિક અહિંસાનો પ્રકાર જ છે.
આચાર્યોએ તે તથાકથિત મિશ્ચાદર્શનોના સમૂહને જ જેનદશનનું નામ આપ્યું છે, પણ મિદર્શનનો સરવાળો સમ્યગ્ગદર્શન કેવી રીતે થાય તે સમજવા જેવું છે. એ બધાં દર્શને મિથ્યા છે તેવું પરસ્પર દાર્શનિકનું જ મંતવ્ય છે, તેનું કારણ તેમનામાં રહેલો કદાગ્રહ જ છે. એક વાદી પ્રતિવાદીનું સત્ય સમજી શકતો નથી, માત્ર પોતામાં જ સત્ય હોય એમ માને છે; આથી તે વિપક્ષીને મિયા કહે છે. તે જ પ્રમાણે વિપતી પણ સામાને મિયા કહેવાને. પણ જે કઈ તટસ્થ વ્યક્તિ એ બન્નેમાં રહેલા સત્યનો જ સ્વીકાર કરે તે તેનું દર્શન મિથ્યા રહેતું નથી. આથી પરસ્પરને પોતાના કદાગ્રહને કારણે મિયા કહેનાર કરતાં અનેકાંતવાદી એ બધાના સત્યને સ્વીકારનાર હેઈ, તેનું દર્શન સમ્યગ્દર્શન બને છે. તેનું આવું દર્શન એ નથી સંશયવાદ કે નથી અનિશ્ચયવાદ; તે અજ્ઞાનવાદ પણ નથી. પણ વિવિધ દૃષ્ટિએ તપ સીને સત્યનો સ્વીકાર કરનારનો એ વાદ છે. આથી જ તે એકાંતવાદ નથી, પણ અનેકાંતવાદ છે. તે એક પક્ષમાં બેસતો નથી, પણ સૌ પક્ષમાંથી સત્ય શોધીને પિતાના આગવા દર્શનનું નિર્માણ કરે છે. તે એકાક્ષ નહિ પણ સહસ્ત્રાક્ષ છે; એને અનન્તચક્ષુ પણ કહી શકાય; કારણ, એમાં વસ્તુને અનન્ત ધર્મવાળી સિદ્ધ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org