________________
હિન્દુધર્મ અને જૈનધર્મ ઉપર છે. પણ તે કયો ભાવ, એ પ્રશ્ન થાય તો તેને ઉત્તર એ છે કે - આત્મૌપમ્ય અથવા સમભાવ. અહિંસા એ સમભાવ કે આત્મૌપજ્યના પરિણામ રૂપે જીવનમાં આવવી જોઈએ. અને એ અહિંસા જ સર્વ ધાર્મિક આચારના મૂળમાં મનાઈ છે. કારણ કે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહ એ સૌ અહિંસામૂલક છે, અથવા તો અહિંસાને જ વિસ્તાર છે. આ અહિંસાને જ આધારે શ્રાવક કે સાધુના આચારોના નિયમે ઘડાયા છે. અહિંસાના બે પ્રકાર છે: હિંસા ન કરવી એ નિવૃત્તિરૂપ, અને સકલ જીવો પ્રત્યે મૈત્રી રાખવી અને તેમના કલ્યાણને પ્રયત્ન કરવો તે વિધાયક રૂ૫. જીવનમાં કરણું, અનુકમ્પા, દયા કે દાન એ બધાં અહિંસના વિધાયક તત્વને આભારી છે. જીવનમાં ત્યાગ કે તપસ્યા તે અહિંસાના નિવૃત્તિપ્રધાન રૂપને આભારી છે. આપણે. જોઈએ છીએ કે તીર્થકર ભગવાન મહાવીરે જે ઉગ્ર તપસ્યા કરી અને દીર્ઘ ઉપવાસોની હારમાળા સેવી તે અહિંસાનું નિવૃત્તિપ્રધાનરૂપ છે.. પણ તીર્થની સ્થાપના માટે તેઓ ઉગ્રવિહારી બન્યા અને લોકોને આદિ-- કલ્યાણ, મધ્ય કલ્યાણ અને અંત કલ્યાણ—એવો ઉપદેશ આપવા જે કષ્ટ સહ્યાં તે બધું અહિંસાના વિધાયક રૂપને આભારી છે. શ્રાવકમાં જે તપસ્યાની પ્રવૃત્તિ છે તે નિવૃત્તિપરક છે, પણ દયા, દાન, સાધમિકવાત્સલ્ય, અમારિકવર્તન આદિ અહિંસાની વિધાયક પ્રવૃત્તિ છે. જીવનમાં ધ્યાન, સ્વાધ્યાય એ પણ રાગ-દ્વેષાદિ દોષ, જેને લઈને હિંસા જન્મે છે, તેના નિવારણ માટે જ છે. અને પૂજા આદિ પણ એ રાગદ્વેષને નિવારી વીતરાગ બનેલ મહાપુરુષોની જ થાય છે. અને તે એવા આદર્શ , પ્રત્યે આગળ વધવા માટે જ છે. આથી જો પૂજામાં વીતરાગપણાના આદર્શ ની પ્રત્યે આગળ વધવાનું અટકાવે એવી કોઈ પણ આડંબરી પ્રવૃત્તિ હોય તો તે ત્યાજ્ય જ ઠરે છે. આમ વિચાર કરીએ તે, જીવનમાં પરમઅહિંસક ભાવરૂપ બ્રહ્મની સિદ્ધિ અર્થે જ સકલ આચારનું. નિર્માણ જૈનધર્મમાં છે. જૈન ધર્મના આ પ્રકારના અહિંસક વલણ-- ની મોટી અસર હિન્દુધર્મ ઉપર થઈ છે એ તથ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org