________________
જૈનધર્મચિંતન
કષ્ટ સહનની જરૂર લોકોમાં જ્યાં લગી કષ્ટોને સહન કરવાની શક્તિ નથી આવતી ત્યાં સુધી પ્રતિહિંસાની જવાળા સળગતી જ રહે છે. જૈન શ્રમણોને માટે, સમભાવપૂર્વક, અનેક પ્રકારનાં કષ્ટ સહન કરવાનો વિધિ ભગવાન મહાવીરે બતાવ્યો છે. એમણે જે કંઈ કહ્યું છે એ કંઈ નરી કલ્પના નથી. એમણે પોતાના સાધક જીવનમાં જે કષ્ટો સહ્યાં હતાં, એનું વર્ણન સાંભળીને આપણું રૂંવાડા ખડાં થઈ જાય છે. આ અનુભવમાં જ એમણે જે કંઈ પ્રાપ્ત કર્યું એ જ શ્રમણોને શીખવ્યું છે. સહનશક્તિ અને ક્ષમાનું ફળ સમજાવતાં એમણે જે કંઈ કહ્યું છે તે ખૂબ ઉત્સાહવર્ધક છે. એમણે કહ્યું કે, જ્યારે કોઈ તમને ગાળ. આપે, પીડા ઉપજાવે અને અંતે તમારી હત્યા કરવાની ચેષ્ટા કરે ત્યારે પણ એમ જ માનજે કે એ તે અજ્ઞાની છે; હું પણ એની જેમ ક્રોધાવેશમાં આવીને એની હત્યા કરવા લાગું તો મારામાં અને એનામાં શું ફેર ? મને મારીને પણ એ મારું શું બગાડી શકવાનો. છે ? આત્માની સાથે જે આ શરીરનું બંધન વળગેલું છે, એ બંધનને જ તો એ હત્યારો છેદી રહ્યો છે ! અરે, આ રીતે મારું બંધન છેદાઈ જાય એના કરતાં રૂડું બીજું શું ? મારા આત્માનો તો નાશ થતો જ નથી, પછી મને ભય કોનો ? મૃત્યુને જીતવાનો આ મહામંત્ર આજની ભયગ્રસ્ત દુનિયાને ફરી શીખવવાની જરૂર છે. અને મહાત્માગાંધી અત્યારે એ જ કામ કરી રહ્યા છે.
' અત્યારની દુનિયામાં યુદ્ધજન્ય તેમ જ બીજાં અનેક પ્રકારનાં કષ્ટો દેખાય છે; એ બધાંય તૃષ્ણમૂલક છે, એ વાતનો ઇનકાર કેણું કરી શકે એમ છે? પ્રાચીન સમયમાં બુદ્ધ અને મહાવીરે તેમ જ એમની પહેલાંના અનેક સંતોએ આ તૃષ્ણાયનો, ભજનો, અને નમ્ર બનવાનો જ ઉપદેશ આપો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org