________________
૮૧
હિન્દુધર્મ અને જૈનધર્મ - આ કાળમાં આત્મવિચારમાં અગ્રણી બ્રાહ્મણ નહિ પણ ક્ષત્રિય હતા તે બતાવે છે કે ખરી રીતે બ્રાહ્મણોનું વર્ચસ્વ ઓછું કરી ક્ષત્રિ
એ જનસમુદાય ઉપર ધાર્મિક ક્ષેત્રે પણ પિતાને પ્રભાવ જમાવવો શરૂ કર્યો હતો. આમ બનવું સ્વાભાવિક જ હતું, કારણ, જે કર્મકાંડનું મહત્ત્વ ઘટે તો તેની સાથે બ્રાહ્મણોનું પણ મહત્ત્વ ઘટવું અનિવાર્ય હતું.
આ કાળે એક તરફ કર્મકાંડના પ્રબળ સમર્થક બ્રાહ્મણ હતા, તો બીજી તરફ તેમના વિરોધમાં આત્મવિચારના સમર્થક ક્ષત્રિય હતા. આ બંને વર્ગો છેલ્લે પાટલે બેસીને જ્યારે પોતપોતાના મતનું સમર્થન કરતા હતા, ત્યારે પણ એ વચલે વર્ગ તો હતો જ કે જેને એમ લાગતું હતું કે આ બન્ને ભાગે–યજ્ઞ અને આત્મા–માં ઘણું ઘણું અપનાવવા જેવું છે, તેથી તેનો આત્યંતિક વિરોધ કરવો ઉચિત નથી. યજ્ઞોમાંથી જ જટિલતા દૂર કરવામાં આવે અને તેમાંથી હિંસા દૂર કરવામાં આવે, તો આત્મવાદીઓને પણ યજ્ઞનો વિરોધ કરવાનું કારણ રહે નહિ. આચારમાંથી કર્મકાંડનો અતિરેક દૂર કરવામાં આવે અને આત્મધ્યાન ઉપર વિશેષ ભાર આપવામાં આવે તો તેમાં કશું ખોટું નથી. પણ સમાજમાં હજુ આ વચેલ માર્ગ લેનારાનું પ્રભુત્વ સ્થપાયું ન હતું. વિચાર અને આચારનો ઊકળતો ચરુ એ - આ ઉપનિષદકાળનું લક્ષણ કહી શકાય. એ ઉકળાટને પરિણામે જે રસાયન નિષ્પન્ન થવું જોઈએ તે હજુ નિષ્પન્ન થયું ન હતું. પણ એક દિશા મળી ગઈ હતી. એટલે આ કાળને હિંદુધર્મના સક્રાંતિકાળ તરીકે ઓળખાવી શકાય. આવી સ્થિતિ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં પ્રવર્તતી હતી.
(૪) સમન્વયની સાધનાને કાળ–ઉપર કહેલા સંક્રાંતિકાળમાંથી હિંદુધર્મનું જે રૂપ નિષ્પન્ન થયું તે જ રૂપ આજના હિંદુધર્મનું પ્રવર્તક બળ છે. એ નિષ્પત્તિ એકાએક તો થાય જ નહિ; પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org