________________
ગમે છે.
આવશે. આ ભેદ છે તે
જૈનધર્મચિંતન જુદી દૃષ્ટિઓનો સમન્વય કરીને જ જેનધમે પિતાનું અનેકાંતવાદી દર્શન ઊભું કર્યું છે.
જૈન સાહિત્ય : વેદ અને આગને વચ્ચેનો ભેદ
જેમ હિન્દુધર્મના સમગ્ર વિચાર અને આચારના પાયામાં વેદ છે, તેમ જૈનધર્મના પાયામાં ભગવાન મહાવીરે ઉપદેશેલ આચાર અને વિચારનો સંગ્રહ તે જૈન આગમ છે. વેદ અને આ આગમોનો જે એક મૌલિક ભેદ છે તે જાણવાથી બન્નેની પ્રકૃતિનો વિશેષ ખ્યાલ આવશે. વેદો, એ અનેક ઋષિઓના દર્શનની સંહિતાઓનું નામ છે. એ મંત્ર કહેવાય છે. આથી તેમાં અર્થ કરતાં શબ્દનું વિશેષ મહત્વ છે. પરિણામ એ આવ્યું કે વેદના મૂળ શબ્દોમાં કશે પણ ફેરફાર થઈ શક્યો નથી. અને વૃંદાદિ સંહિતાનું જે કાળે જે રૂપે સંકલન થયું છે તે જ રૂપ આજે પણ વિદ્યમાન છે. પણ શબ્દો એના એ જ છતાં વૈદિકોએ એના અર્થને મહત્ત્વ ન આપ્યાથી પરિણામ એ આવ્યું છે કે તેના વિવરણમાં અનેક મતભેદો ઊભા થયા અને પરિણામે વૈદિકમાં પરસ્પરવિરોધી અનેક દર્શન પણ ઊભાં થયાં. પ્રજ્ઞાશીલ પુરુષને પિતાને જે કાંઈ દર્શન થયું હોય તે વેદને નામે ચડાવી દેવામાં કશો જ આંચકો આવતો નહિ. પરંતુ જેન આગમો વિષે આવું નથી. તેમાં ભગવાન મહાવીરના ઉપદેશના શબ્દોનું નહિ પણ અર્થનું મહત્ત્વ છે. આથી તેમના ઉપદેશને આધારે તેમના ગણધરેએ આગમોની રચના કરી. શબ્દો સચવાયા નહિ પણ અર્થ સચવાયે, તાત્પર્ય સચવાયું. તેથી શાબ્દિક રચના ગમે તેવી હોય, પણ વિચારભેદને જેનશાસ્ત્રરચનામાં અવકાશ રહ્યો નહિ. વળી, વેદનો કાળ આજથી સાડા ત્રણ હજાર વર્ષ જેટલે જૂનો છે. આથી અને અર્થની ઉપેક્ષા થવાથી અર્થની બાબતમાં મતભેદ થાય એમાં નવાઈ પણ નથી. પણ જેનાગમની રચનાના સમયમાં ભાષામાં વપરાતા શબ્દોએ નિશ્ચિત અર્થ ધારણ કર્યો હતો. આથી પણ જૈન આગમના શબ્દોનો અર્થ કરવામાં મતભેદને અવકાશ રહ્યો નહિ. પરિણામે, આપણે જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org