________________
જૈનધર્મચિંતન ઊલટું, આગમાં આધ્યાત્મિક ઉન્નતિ માર્ગ દેખાડવામાં આવ્યો છે અને ભૌતિક સમૃદ્ધિની તુચ્છતાનું વર્ણન છે. જ્યાં પણ કઈ
સ્તુતિ છે ત્યાં આંતરિક શત્રુ-રાગદ્વેષને નિવારી મુક્તિલાભની ઝંખના દર્શાવવામાં આવી છે. વેદ અને આગમ વચ્ચે આ મૌલિક ભેદ છે.
વળી, વેદમાં જે આરાધ્ય દેવો છે તેમાં પણ ઋષિઓએ પોતાના જ જેવા રાગદ્વેષની કલ્પના કરી છે. તેઓ પણ સ્તુતિઓથી પ્રસન્ન થઈ સ્તોતાની મદદે દોડે છે અને તેમને પણ એ જ ભોજન ભાવે છે, જે આરાધકને ભાવે છે એવી કલ્પના છે. આરાધકના જે શત્રુ એ દેવના પણ શત્રુ બની જાય છે અને તેને નાશ કરવાનું કાર્ય તેઓ કરે છે, એવી પણ કલ્પના છે. આથી ઊલટું, આગમોમાં જે દેવોની કલ્પના કરવામાં આવી છે, તેઓ સ્વર્ગમાં રહે છે પણ સ્તુત્ય નથી. તે દેવો તો સ્વયં તીર્થકરની ઉપાસના કરવા આવે છે. ઉપાસ્ય હાય. તે તે વીતરાગ જ હોવો જોઈએ. અને ઉપાસનાનો હેતુ વીતરાગ. બનવું એ છે. આ બધી ભાવનાઓને આધારે વેદ અને આગમનો. ભેદ પડે છે. આગમને આધારે જે સમગ્ર જૈન સાહિત્યનું નિર્માણ થયું છે તેમાં મુખ્ય રૂપે ઉકત ભાવનાને જ પોષણ આપવામાં આવ્યું છે,
પ્રવર્તક મહાપુરુષે હિન્દુધર્મમાં અત્યારે રામ, કૃષ્ણ, શિવ-શંકર-–આ ત્રણેની વિશેષ પૂજા ભગવાનરૂપે થાય છે. તેમાં પણ કૃષ્ણનું મહત્ત્વ સવિશેષ છે. એ ત્રણેય એક જ પરમાત્માના અવતાર છે એવી કલ્પના છે. અને એ પરમાત્મા તો સદા મુક્ત મનાય છે. વળી, તે તે સંપ્રદાયે તે તે મહાપુરુષોને નામે પ્રચલિત થયા છે. જેમ કે શૈવ, વૈષ્ણવ આદિ. આ પછી પણ જે જે સંતો થયા તેમના નામે પણ રામાનુજી, ચૈતન્ય, રામાનંદી, કબીરપંથી આદિ સંપ્રદાય થયા. આ સંતે પણ ભગવાન –પરમાત્માના અંશાવતાર હાઈ સ્વયં ભગવાન જેમ જ પૂજાય છે. કે ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરીએ તે, આ અવતારવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org