________________
જેનધર્મચિંતન જ્ઞાનમાર્ગને આશ્રય બ્રાહ્મણે જ વિશેષ રૂપે લઈ શકતા કર્મકાંડમાં પણ શુદ્રોને અધિકાર જ ન હતો; પણ ભક્તિમાર્ગ જ એક એ છે કે જે સૌને માટે ખુલે છે. એમાં જાતિ-પતિ કે સ્ત્રી-પુરુષના કશા પણ ભેદ વિના સૌને સરખો અધિકાર છે. આથી હિંદુધર્મમાં બહુજનસમાજમાં એ વધારે પ્રચલિત થાય એ સ્વાભાવિક હતું. કલાક
(૪) લસંગ્રહ–ગીતાનો ખાસ સંદેશ છે લેખસંગ્રહને. જેને –બૌદ્ધના એકાંત સંન્યાસ માર્ગમાં સર્વ કર્મથી વિરત થઈ ગૃહત્યાગ આવશ્યક હતો, જ્યારે ગીતાએ જણાવ્યું છે કે “ નિધન શ્રેય પર માવઠ્ઠ:” એટલે કે મનુષ્ય પોતાને જે પ્રાપ્ત થયેલ ધર્મ હોય તેનું જ પાલન કરવું, તેમાં જ મુક્તિ છે. જે કર્મો નિયત કરેલાં છે તે કર્મો સૌએ કરવાં; એ છોડીને જવામાં સાર નથી. કર્મથી બંધન થાય છે તેનું કારણ આસક્તિ છે, નહિ કે તે કર્મ. માટે આસક્તિ છેડીને, ફળની આશા વિના, પ્રાપ્ત થયેલ કર્તવ્યકર્મ કરવું એમાં જ મુક્તિ છે—ગીતાનો આ સંદેશ હિંદુધર્મમાં પ્રતિષ્ઠિત વે છે અને આથી સામાજિક અવ્યવસ્થા ઊભી થવાને બદલે તેમાં સામંજસ્ય આવ્યું છે. સાચા હિંદુધમીમાં ઊંચ-નીચના ભાવને અવકાશ રહે જ નહિ–જે ગીતાના સંદેશને યથાર્થરૂપે પાળવામાં આવે છે. અને, આપણે જોયું છે કે, આથી જ નીચ ગણુતી કોમમાંથી પણ આપણે ત્યાં સંતો પાક્યા છે અને તેમને પણ એટલું જ આદર મળ્યો છે, જેટલો એક બ્રાહ્મણ સંતને. આ પ્રભાવ હિંદુધર્મને છે, જેનું મૂળ ગીતાના ઉપદેશમાં જ રહેલું છે. વેદથી માંડીને આજ સુધી જે જે દેવ ધર્મમાં સ્થાન પામ્યા તે સૌને કૃષ્ણ સાથે અભેદ હોઈ અને જે જે સંતો થયા તે સ્વયં કૃષ્ણના જ અવતાર હોઈ સમાનભાવે પૂજ્ય છે. આ ભાવનાનો પ્રચાર ગીતાથી થયે એટલે ઈષ્ટ દેવને લઈને ધાર્મિક મતભેદોને સ્થાન રહ્યું નહિ. પણ જેની પણ પૂજા–ભક્તિ થાય, જે કઈ નામે થાય કે જ્યાં પણ થાય, તે સૌ કૃષ્ણની જ ભકિત છે, આવા ઉદાર વલણને હિંદુધર્મ અપનાવ્યું છે. વળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org