________________
હિન્દુધર્મ અને જેનધમ, જે કઈ કર્મ કરવામાં આવે તે પણ ઈશ્વરભક્તિના જ અંગરૂપ છેઃ આવી સમજ ગીતાએ આપી હાઈ બધાં જ કર્મોમાં ભક્તિરૂપે દેવીભાવ આવી જવાથી કર્મમાંથી પણ ઊંચ—નીચનો ભાવ લુપ્ત થયો. જે કાંઈ કરે તે ઈશ્વરભક્તિનું જ અંગ છે, આવી ઉદાત્ત ભાવના હિંદુધર્મમાં આવી; આમ થવાથી હિંદુધર્મના વિવિધ સંપ્રદાયમાં જે વિધભાવના હતી તે લુપ્ત થઈ અને એક એવી ઉદાત્ત ભાવનાને પ્રચાર થયો કે સૌ કોઈ પોતપોતાની યોગ્યતા અને શકિત પ્રમાણે ઈશ્વરની જ ભક્તિ કરે છે, તેથી ઈશ્વરના નામભેદ કે રૂપભેદને આગળ કરી વિખવાદ કરવાને હવે કશું જ કારણ રહ્યું નહિ. આમ હિંદુધર્મનું સંગ્રાહક રૂપનિષ્પન્ન થવામાં ગીતાનો ફાળો અપૂર્વ છે.
હિંદુધર્મના આટલા વિચાર પછી હવે આપણે જૈનધર્મ વિષે વિશેષ વિચાર કરીએ.
જનધર્મ જેનું સાહિત્ય સુનિશ્ચત અર્થવાળું હોઈ તેમાં વિચારભેદને અવકાશ નથી. એટલે જૈનધર્મના વિવિધ સંપ્રદાયને આધાર વિચારેભેદ નહિ, પણ આચારભેદ છે. અને વિચારની એકરૂપતા, જ્યારથી પણ તેનો ઈતિહાસ મળે છે ત્યારથી, જળવાઈ રહ્યાનું જાણી શકાય છે. તે પ્રથમ કહ્યા પ્રમાણે, અહીં જૈનધર્મ વિષે–તેના સાહિત્ય, પ્રવર્તક મહાપુ, આચાર, વિચાર અને સંપ્રદાયે વિષે–વિચાર કરીએ એ પહેલાં જૈનધર્મની કેટલીક બાબતો વિષે હિન્દુધર્મની તુલના કરીને વિચાર કરીએ.
કોઈ પણ ધર્મ એકાએક ઊભો થાય નહિ, વ્યવસ્થિત થાય નહિ. એ ભલે અમુક મહાપુરુષના નામ સાથે જોડાય, પણ ખરી રીતે એનાં મૂળ તો તેથી પણ ઊંડાં હોય છે; તે દેશ કે તે કાળમાં પણ એ મૂળ ભલે ન હોય, પણ અન્યત્ર જરૂર હોવાનાં જ. પણ જે મહાપુરુષ તે મૂળને પકડીને તેની આસપાસનાં જાળાં-ઝાંખરાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org