________________
હિન્દુધર્મ અને જૈનધર્મ હિંદુધર્મ અને જૈનધર્મ વિષે લખવું એ સહેલું નથી. પ્રથમ તો પ્રશ્ન એ થાય છે કે હિંદુધર્મથી જૈનધર્મને જુદો શા માટે પાડવો ? શ્રી આનંદશંકર ધ્રુવસાહેબ જેવા જ્યારે હિંદુધર્મના ત્રણ ભેદ પાડે છે, જેમ કે વૈદિક, જૈન અને બૌદ્ધ, ત્યારે પછી હિંદુધથી જૈનધર્મને જુદો શા માટે ગણવો ? શ્રી ધ્રુવસાહેબની આ વ્યાખ્યા માન્ય કરીને પણ મારે એ કહેવાનું છે કે ભારતમાં અને ભારત બહાર હિંદુધર્મ કહેવાથી બહુજનસમાજમાં જે વૈદિક ધર્મ વિશેષે પ્રચલિત છે તેને જ બંધ થાય છે, અને નહિ કે જૈન અને બૌદ્ધનો. આથી ભારતના બહુજનસમાજમાં જે વિશેષે પ્રચલિત છે તે “વૈદિક ધર્મ” અહીં ‘હિંદુધમ” શબ્દથી પ્રસ્તુતમાં વિવક્ષિત રાખે છે; અને જૈનધર્મ એનાથી જુદો છે જ, એ હવે કહેવાની જરૂર રહી નથી. વિદ્વાને એ વાતમાં સંમત છે કે વૈદિક ધર્મના પ્રવાહમાંથી જૈન ધર્મનો ઉદ્દભવ નથી, પણ એ એક સ્વતંત્ર ધર્મ છે. વધુ સંભવ તો એ છે કે ભારતમાં આર્યો આવ્યા તે પહેલાં—એટલે કે ભારતમાં વેદિક ધર્મની આયાત થઈ તે પહેલાં—પણ ભારતીય પ્રજામાં જે ધર્મપ્રવાહ ચાલુ હશે તેની સાથે જૈનધર્મના પ્રવાહને વધુ સુમેળ છે.
હિંદુધર્મને વ્યાપક અર્થ આમ આદિકાળની વાત જવા દઈએ તે, પછીના કાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org