________________
૭૪
-
' જૈનધર્મચિંતા
સમાજમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આથી હિન્દુઓના ધમની વાત
જ્યારે કરવામાં આવે છે ત્યારે મુખ્ય રૂપે તે જ સમજાય છે. આથી હિન્દુધર્મનો સંકુચિત અર્થ “વૈદિક ધર્મ અત્રે સ્વીકારવામાં આવ્યા છે. પણ વ્યાપક હિન્દુધર્મનાં સામાન્ય લક્ષણો વિષે વિચાર કરે ઊંચિત છે. એટલે વૈદિક, બૌદ્ધ અને જૈનધર્મની કેટલીક સામાન્ય બાબતો વિશે પ્રથમ વિચાર કરી લઈએ. તે આ પ્રમાણે છે:
- કર્મ અને પુનર્જન્મની માન્યતા, બંધ અને મોક્ષની માન્યતા, વિદ્યમાન અવસ્થામાં અસંતોષ અને એથી ઉચ્ચ-પરમોચ્ચ અવસ્થા અને તે પણ આધ્યાત્મિક દૃષ્ટિએ—એમાં વિશ્વાસ અને એને પ્રાપ્ત કરવાના સાધનરૂપ ભક્તિ, ધ્યાન આદિ અનુષ્ઠાનોની મૌલિક એકરૂપતા, ઉકત પરમાત્મરૂપ જે વ્યક્તિમાં નિષ્પન્ન થયું હોય તેવી વ્યક્તિની આરાધના ઈત્યાદિ. વળી, શાસ્ત્રદષ્ટિએ જોઈએ તે, એ ત્રણે સંપ્રદાયે સનાતન મનાયા છે. એટલે કે વસ્તુતઃ આ સંપ્રદાયો ક્યારે શરૂ થયા એનો ઈતિહાસ તે તે શાસ્ત્રો માનતાં નથી. એમાં તે એવી માન્યતા છે કે ત્રણે કાળપ્રવાહની સાથે સાથે વહ્યા કર્યા છે. હિંદુ-વૈદિક ધર્મમાં અવતાર દ્વારા ધર્મનું સાતત્ય છે, તો જૈન-બૌદ્ધમાં તીર્થકરો અને બુદ્ધોની હારમાળાથી એ સાતત્ય સૂચવાયેલું છે. આ, અવતાર અને જિનો કે બુદ્ધોની હારમાળા અનાદિઅનંત છે.
- ધર્મનું સનાતન સત્ય પણ આ ત્રણેની આવી માન્યતામાં ભલે ઈતિહાસનું સત્ય ન હોય, પણ સત્યનું સત્ય તો છે જ. અને તે એ કે પ્રવાહમાં ધર્મનાં ભલે નવાં નવાં રૂપે થાય, પણ ધર્મનું સનાતન સત્ય બદલાતું નથી, અને તે એ કે જીવન શિવ સાથેનો સુમેળ બેસાડી દેવો. અહીં શિવ” શબ્દ મેં જાણી જોઈને વાપર્યો છે. “શિવ'નો સામાન્ય અર્થ કલ્યાણ થાય છે અને વિશેષ અર્થ કલ્યાણકારી દેવ પણ થાય છે. ધર્મના સનાતન સત્યમાં આ બન્ને અર્થની સંગતિ છે. યોગ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org