________________
હિન્દુધર્મ અને જૈનધર્મ વૈદિક અને જૈન-બૌદ્ધના પારસ્પરિક આદાન-પ્રદાનમાં તે એવું ઘણું બન્યું છે, જે ઘણી બાબતમાં જૈનધર્મને ઋણ બનાવે છે, તે ઘણું એવી પણ બાબતો છે, જેમાં વૈદિક ધર્મ જૈનધર્મને ઋણી બન્ય છે. વૈદિક ધર્મનું આજનું રૂપ વેદકાળના પિતાના રૂપથી જે પ્રકારના પરિવર્તનને પામ્યું છે, તેમાં જેન-બૌદ્ધ ધર્મનો જેવો તે ફાળે નથી. વેદકાળના હિંસક યજ્ઞોને સ્થાને આજે આધ્યાત્મિક યજ્ઞોની વાત થાય છે, તેમાં તીર્થકર અને બુદ્ધની છાપ સ્પષ્ટ છે. ચાર વર્ણમાં બ્રાહ્મણ જ શ્રેષ્ઠ અને તે જ સર્વને ગુરુ, એવી જે ભાવના મૂળ વૈદિકની હતી તેને સ્થાને “પાળે એનો ધમ” એ ન્યાયે શૂદ્ર પણ સંત બની પૂજાઉં બને છે : આમાં પણ જૈન બૌદ્ધ પ્રભાવ સ્પષ્ટ છે. ઊલટ પશે, જૈનધર્મને અનુસરનાર સમાજમાં ઊંચ-નીચની વ્યવસ્થા વૈદિકોની ચતુર્વર્ણની વ્યવસ્થામાંથી નિષ્પન્ન થયેલી છે. મંદિરમાં મૂર્તિ સમક્ષ આડંબરી પૂજાને પ્રકાર પણ વૈષ્ણવ ધર્મને આભારી છે. આમ અનેક પ્રકારે આદાનપ્રદાન થયું છે. અને દીર્ઘકાલિન વૈદિક જૈન-બૌદ્ધના પારસ્પરિક આદાનપ્રદાનને કારણે ભારતમાં એ ત્રણે સંપ્રદાયોમાં ધર્મનું જે એક સર્વસામાન્ય રૂપ તૈયાર થયું તે જ હિંદુ ધર્મ. આ “હિંદુધર્મ” શબ્દ તેના વ્યાપક અર્થમાં છે, અને તેવા -ધર્મને લક્ષમાં રાખીને ડો. એ. બી. ધ્રુવ વગેરેએ હિંદુધમ શબદનો પ્રયોગ કર્યો છે અને તેના ત્રણ પ્રકારો દિક, જૈન અને બૌદ્ધ એમ જણાવ્યા છે.
વ્યાપક હિંદુધર્મનાં સામાન્ય લક્ષણે સંકુચિત એટલે કે, વૈદિક હિંદુધર્મની વાત કરતાં પહેલાં વ્યાપક હિંદુધર્મનાં કેટલાંક લક્ષણોને વિચાર કરીએ. જે ધર્મોને ઉદ્ભવ હિંદુસ્તાનમાં થયો મનાય છે તે સર્વે હિન્દુધર્મમાં સમાવિષ્ટ છે. આમ જન-બૌદ્ધ તો હિંદુસ્તાનની જ પેદાશ હાઈ હિન્દુધર્મ કહેવાય જ. વૈદિક આર્યો બહારથી આવ્યા પણ તેમણે વેદની સંહિતાઓનું સંકલન તો હિન્દુસ્તાનમાં જ કર્યું છે. આથી તેમને ધર્મ પણ હિંદુધર્મ જ કહેવાય. પણ પછીના કાળમાં તે આ વૈદિક ધર્મો જ બહુજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org