________________
હિન્દુઘમ અને જૈનધર્મ
૭પ
ભક્તિ એ ધર્મના બે પ્રવાહો છે. “ગ” શબ્દમાં પણ બે અર્થે રહેલા છે. પોતાના આત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા એ જેમ યોગ છે, તેમ પરમાત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા પણ યોગ છે. પરમાત્મા, એ પિત્તાનો વિશુદ્ધ આત્મા માનવામાં આવે કે તેથી જુદી–એ કારણે તેની પ્રક્રિયામાં કશો જ ફેર પડતો નથી. એ બને સ્થિતિમાં પિતાના આત્મામાંથી રાગ-દ્વેષાદિ આસુરી વૃત્તિઓનો સમૂળે. નાશ કરી નાખો એ પરમ આવશ્યક છે. એમ થયે સાધકે પોતાના આત્મારૂપ પરમાત્માને પામે કે પછી પોતાથી ભિન્ન પરમાત્માને પામે એ બાબત ગૌણ બની જાય છે. પણ તેને એક વાર સ્વાત્માને. તે નિર્મળ કરે જરૂરી જ છે. અને એ બીજું કશું જ નહિ, પણું સ્વાસ્મોપલબ્ધિ જ છે. ભક્તિ વિષે પણ આપણે સમજી લેવું જોઈએ કે સાધક પરમાત્માને પોતાથી જુદો માનીને પણ ભક્તિ કરી શકે છે અને સ્વાત્માને પરમાત્મા માનીને પણ ભક્તિ કરી શકે છે. ધ્યેયમાં થોડોક ભેદ એ પડશે કે ભક્તિના ફળરૂપે એકમાં સ્વાભો-- પલબ્ધિ કરવાની હોય છે, તો બીજામાં સ્વાત્માથી ભિન્ન પરમાત્માની ઉપલબ્ધિ કરવાની હોય છે. પણ એ બન્ને સ્થિતિમાં સ્વાત્માની વિશુદ્ધિ તો અનિવાર્ય જ છે. એટલે અંતે સ્વાત્માની વિશુદ્ધ એ જ સ્વાત્મોપલબ્ધિ બની જાય છે, અને તે અનિવાર્ય જ છે. અને ભક્તિની પ્રક્રિયામાં એ જ મુખ્ય છે; એ વિના ભક્તિ નિષ્ફળ જાય છે.. સ્વાસ્મોપલબ્ધિ થઈ એટલે એકને કૃતકૃત્યતા લાગે છે, જ્યારે બીજે. એ ઉપરાંત પરમાત્માને પણ પામે છે, તેના સાયુજયને–તેના આત્મતિક સામીનો—આનંદ મેળવે છે. બન્નેનો આનંદ એ આનંદ જ છે. ભેદ એ છે કે એકને બ્રહ્મ કે આત્મરમણમાં જે આનંદ મળે છે. તે બીજે પરમાત્માના સાયુજ્યમાંથી મેળવે છે. ધર્મતત્ત્વના આ સનાતન સત્યને જે બરાબર સમજવામાં આવે તો આગળ ધાર્મિક પ્રિચાકડો અને વિધિવિધાનોની જે નાનાપ્રકારની પ્રક્રિયા શરૂ થઈ છે, તે ! બધાંનું સામંજસ્ય સમજવામાં જરા પણ મુશ્કેલી ઊભી થવા સંભવ નથી...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org