________________
હિન્દુધર્મ અને જૈન ધર્મ
૭૭ બ અનેક બાબતો વિષે સમાન સામગ્રી છતાં મતભેદને અવકાશ મળે. છે. આ જ કારણને લઈને ધર્મના ઐતિહાસિક આલોચનમાં અકમત્ય સ્થાપી શકાયું નથી. પણ અહીં જે કહેવામાં આવશે તે અધિકાંશ , અતિહાસિકોને માન્ય છે એવું જ મોટે ભાગે કહેવાશે. આમાં , ધામિકોની લાગણું કે માન્યતાને દૂભવવને જરાય ઇરાદો નથી.
પ્રસ્તુત ચર્ચાની મર્યાદા આટલી સામાન્ય ભૂમિકા પછી હવે હિંદુધર્મ એટલે કે અહીં વિવક્ષિત વૈદિક ધર્મ અને જૈનધર્મની કેટલીક બાબતો વિષે વિચાર કરવો છે.
હિન્દુધર્મ એ એક વિશાળ વટવૃક્ષ છે, જેની વડવાઈઓ એટલે કે સંપ્રદાય એટલા બધા ફેલાઈ ગયા છે કે તેનું મૂળ શોધવા જતાં અટવાઈ જવાય એવું છે. છતાં પણ તેના પ્રચલિત મુખ્ય રૂપને નજર સમક્ષ રાખી વિચાર કરવાનો છે.
આમ તો શૈવ, વૈષ્ણવ આદિ અનેક સંપ્રદાય હિન્દુસ્તાનમાં ઊભા થયા છે અને પ્રચારમાં આવ્યા છે. પણ હિન્દુધર્મમાં કૃષ્ણ- - ભક્તિએ જે ઉચ્ચ આસન જમાવ્યું છે તે સ્પષ્ટ છે; અને, એક રીતે જોઈએ તો, કૃષ્ણભક્તિમાં જ ગીતાએ સૌની ભક્તિનો સમાવેશ કરી લેવાની ઉદારતા દાખવીને જે સૌને સમન્વય કર્યો છે તે જ આજના હિન્દુધર્મનું મુખ્ય રૂપ કહી શકાય. આથી ગીતામાંથી નિષ્પન્ન એ ' હિન્દુધર્મનું રૂપ કઈ કઈ ભૂમિકામાંથી પસાર થયું છે તે બાબત મુખ્ય રૂપે હિન્દુધર્મની વિવેચનામાં અહીં કહેવામાં આવશે. અને જેન ધર્મના વિચારમાં સાહિત્ય, પ્રવર્તક પુરુષો, આચારવિચાર અને સંપ્રદાયો–એ મુદ્દાઓ વિષે હિન્દુધર્મની તુલના કરીને વિવેચન કરવાને ઇરાદો છે.
ઇતિહાસની દૃષ્ટિએ હિન્દુધર્મનાં પાંચ રૂપ હિન્દુધર્મને માન્ય એવા વેદો ભારતીય સાહિત્યમાં જ નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org