________________
go
જૈનધર્મચિંતન સ્મારકની રક્ષાને યશ પણ એને જ મળવો જોઈએ. પશ્ચિમમાં અને દક્ષિણમાં જૈનોના પ્રભાવની સ્થિતિ
ઉત્તર ભારતમાં ક્યારેય જૈનોનું પ્રભુત્વ નથી નહ્યું, પણ પશ્ચિમ ભારતમાં રાજા કુમારપાળને કારણે જેનોનું પ્રભુત્વ પ્રવર્તતું હતું? અને સમસ્ત ગુજરાતના સાંસ્કૃતિક જીવનના ઘડતરમાં જેનોને પૂરેપૂરો ફાળે હતો. રાજા અમેઘવર્ષના સમયમાં—ખાસ કરીને રાષ્ટ્રકૂટોના સમયમાં – દક્ષિણમાં જૈનોનો પ્રભાવ વધ્યો તે ખરે, પણ એ ચિરસ્થાયી ન થ. શૈવધમી રાજાઓએ ત્યાં જેનો ઉપર જે અત્યાચાર ગુજાર્યા હતા, એનું વર્ણન વાંચતાં આજે પણ રૂંવાડા ખડાં થઈ જાય છે. આ પછી દક્ષિણમાં જૈનધર્મ ટકી રહ્યો તે ખરે, પણ તે બ્રાહ્મણ ધર્મના આચારાને અપનાવીને જ! એને લીધે જ પશ્ચિમ ભારતના જૈનો કરતાં દક્ષિણ ભારતના જૈન વર્ણાચારની બાબતમાં વધારે કદર છે.
દક્ષિણની લેકભાષાના વિકાસમાં જેનોને ફાળે
દક્ષિણ ભારતની કન્નડ ભાષાના મોટા ભાગના પ્રાચીન ગ્રંથ જૈનાચાર્યોએ રચેલા જ મળે છે. આ દષ્ટિએ જૈનાચાર્યોએ એ ભાષાની જે સેવા કરી છે, તે સર્વમાન્ય છે. તામિલ ભાષાના પ્રાચીન સાહિત્ય ઉપર પણ જેનોના વિચારોનો સારો એવો પ્રભાવ પડ્યો છે. આ ઉપરથી એમ કહી શકાય કે દક્ષિણ ભારતની લેકભાષાઓના વિકાસમાં જેનેનો ફાળો નોંધપાત્ર છે.
દક્ષિણના જેને પંચમવર્ણ જાહેર કર્યા દક્ષિણ ભારતનું હવામાન સમશીતોષ્ણ છે. તેથી એ ક્ષેત્ર. ઉત્તરની અપેક્ષાએ, દિગંબર સાધુઓને વધારે અનુકૂળ છે. તેથી જ બીજા કોઈ પણ સ્થાન કરતાં પ્રાચીન સમયમાં અને મધ્યયુગમાં ત્યાં દિગંબર સંપ્રદાયને વિશેષ વિકાસ થયે; પણ શેના અત્યાચારોને લીધે ત્યાંના જેની સામાજિક સ્થિતિ કફોડી થઈ ગઈ, અને ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org