________________
te
જૈનધમ ચિંતન
રાજસ્થાન, માળવા એટલે કે પશ્ચિમ ભારત બન્યું. આ રીતે ભારતની ઉત્તરેથી પશ્ચિમ તરફ્ થયેલી જૈન સંધની યાત્રાના આ ટૂંક સાર છે.
આ જ રીતે જૈન સંઘે ઉત્તરથી દક્ષિણ તરફ પણ પ્રસ્થાન કર્યુ. જૈનધર્મીના દક્ષિણુ તરફ પ્રચાર કરવામાં રાજા સંપ્રતિએ ઘણી મદદ કરી હતી. રાજા સંપ્રતિએ આંધ્ર, દ્રવિડ વગેરે દેશમાં સાધુએ સુખપૂર્વક વિહાર કરી શકે એ માટે, પેાતાના સૈનિકાની મદદથી, એ ક્ષેત્રાને સાધુઓના વિહારને ચેાગ્ય બનાવ્યાં. રાજા સંપ્રતિ અશેાકને પૌત્ર થતા હતા, અર્થાત્ અશાકના સમય સુધી દક્ષિણ દેશ વિહારને ચેાગ્ય ન હતા; એને અનાય દેશ ગણવામાં આવતા હતા. એ પછી તે!, પશ્ચિમ ભારતની જેમ, દક્ષિણ ભારત પણ જૈનધર્મનું કેન્દ્ર બની ગયું. દક્ષિણમાં જૈનધમના પ્રચાર એ દિશામાંથી થયા હતા ઃ માળવાની રાજધાની ઉજ્જયિનીથી અને પૂર્વમાં એરિસાથી પણ જૈનધ દક્ષિણમાં ફેલાયેા હતેા.
પશ્ચિમમાં થતાંખરાનુ અને દક્ષિણમાં દિગંબરાનું પ્રાધાન્ય
શરૂઆતમાં તેા પશ્ચિમ ભારતમાં શ્વેતાંબર અને દિગંબર અને સ ંપ્રદાયાનું અસ્તિત્ત્વ મળે છે; પણ આગળ જતાં પશ્ચિમ ભારતમાં શ્વેતાંબરાનું જ પ્રાધાન્ય રહી ગયું. આથી ઊલટુ, દક્ષિણમાં શરૂઆતમાં અન્ને સંપ્રદાયે! રહ્યા હશે, પણ પછી ત્યાં દિગંબરેનું જ પ્રાધાન્ય થઈ ગયું.
આગમરક્ષા પશ્ચિમમાં; દાર્શનિક સાહિત્યનું સર્જન દક્ષિણમાં
જૈન આગમે!—ચાહે તે શ્વેતાંબર માન્ય હાય કે દિગ ંબર માન્ય —એ બન્નેની રક્ષા પશ્ચિમ ભારતમાં જ થઈ છે. વલભીપુરમાં શ્વેતાંઅર માન્ય આગમાની વાચના થઈ હતી; અને દિગંબર માન્ય ષખંડાગમ વગેરેનું મૂળ પણ પશ્ચિમ ભારતમાં જ સચવાયું હતું. પણ જૈન દાનિક સિદ્ધાંતાની વ્યવસ્થામાં દક્ષિણના જૈનાચાર્યાના ફાળા જેવા તેવા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org