________________
દક્ષિણ ભારત અને જૈનધર્મ
બિહારની સ્થિતિ * ઉત્તર ભારત જૈન તીર્થકરોના જન્મ અને વિહારની ભૂમિ છે. શ્રમણાના વિહારને કારણે એ પ્રદેશ જ “બિહાર” ના નામે પ્રસિદ્ધ થયે, કે જ્યાં એમનો વિહાર-વિચરણ વિશેષ થતો હતો. પણ આજે બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં જૈનોની સંખ્યા નહીં જેવી છે. બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં, જ્યાં જે કંઈ જેનો છે, એ ત્યાંના વતની નથી, પણ છેલ્લી બે સદીઓ દરમ્યાન વ્યાપાર નિમિત્તે ત્યાં જઈને વસેલા છે. જૈનોનાં મૌલિક તીર્થસ્થાનો વિશેષ પ્રમાણમાં બિહારમાં છે પણ તીર્થક્ષેત્રે પ્રાચીન હોવા છતાં અત્યારે બિહારમાં પ્રાચીન મંદિર છે નહીં. જે કંઈ મંદિરો આજે સુરક્ષિત છે, એમની રચના મધ્ય યુગમાં થઈ છે. બિહારમાં જોઈએ તેટલા પ્રમાણમાં ખોદકામ પણ નથી થયું, તેથી પ્રાચીન અવશેષે પણ અત્યારે ઉપલબ્ધ નથી થતા.
ઉત્તરથી પશ્ચિમ અને દક્ષિણ તરફ ફેલાવો • પ્રાચીન સમયમાં રાજગૃહ અને પટના, એ જૈનેનાં કેન્દ્રો હતાં. પણ વખતના વહેવા સાથે એનું એટલું મહત્વ ન રહ્યું અને જૈન સંઘે મથુરાની આસપાસ પોતાનું કેન્દ્ર જમાવ્યું. ત્યાં પણ જૈન સંધ લાંબા વખત સુધી સ્થિર ન રહી શક્યો; છેવટે એનું કેન્દ્ર ગુજરાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org