________________
૫૧
શાસ્ત્રજ્ઞાનો હેતુ –ભગવાનની આજ્ઞાના પાલનમાં ધર્મ છે–એવું સાંભળીએ છીએ, પણ ભગવાનની આજ્ઞા કોને ગણવી અને કોને ન ગણવી એનો નિર્ણય તો તે કાળના પુરુષોએ જ કર્યો છે. એવી કોઈ એક ધ્રુવ આજ્ઞા છે જ નહિ, જેના વિષે કઈ પણ અપવાદ ન હોય; એટલે છેવટે આચાર્ય સંઘદાસ ગણું મહત્તર અને આચાર્ય હરિભદ્ર જેવાએ તો કહી દીધું કે ભગવાને આ કરવું કે તે ન કરવું એવું કશું જ કહ્યું નથી. પણ સત્ય માર્ગનું–સંયમમાર્ગનું અનુસરણ કરવું એ ધ્રુવમંત્ર આપી દીધો છે. એટલે ખરી રીતે આજ્ઞાનો એ અર્થ સમજવો જોઈએ કે આત્મા સાક્ષી આપે કે આમાં મારું હિત છે તે જ કરવાનું છે. મહાપુરુષોના દિશાસૂચનને
લેકે આજ્ઞા એવું નામ આપી દે છે, પણ ખરી રીતે માર્ગ પોતે જ પસંદ - કરવાનો હોય છે. જ્યાં સુધી મનુષ્ય પોતે પસંદગી કરતો નથી અને
માત્ર બીજાના નિર્દેશાનુસાર ચાલે છે, ત્યાં સુધી તેને ધર્મ આત્મસાત્ થતો નથી. અને જ્યાં સુધી ધર્મ આત્મસાત થાય નહિ, ત્યાં સુધી તે ગમે તેટલું અનુષ્ઠાન કરે, પણ તે ધર્મ શુદ્ધ સમ્યકત્વમાં પરિણમતો નથી. એટલે કેવળ બીજાની આજ્ઞાનો સ્વીકાર, એ જ ધર્મ નથી, પણ અંતરાત્માની આજ્ઞાનો સ્વીકાર એ ધર્મ છે.
– “અખંડ આનંદ', ઓગસ્ટ, ૧૫ર.
१. न वि किचि अणुन्नायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । __ एसा तेसिं आणा कज्जे सच्चेण होयचं ॥
વૃક્રીન્સમાષ્ય, ગાથા. ૨૩૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org