________________
જૈન આચારના મૂળ સિદ્ધાંતા
૫૩
પર્યાપ્ત છે. વેદ ઉપરાંત સ્મૃતિએ પણ સદાચારમાં પ્રમાણ છે. એમ માનવામાં આવે છે કે સ્મૃતિનું મૂળ વેદ છે, તેથી તે પણ સદાચાર વિષે પ્રમાણ છે. એવા સ્મૃતિપ્રતિપાદિત આચાર, જેનું મૂળ વિદ્યમાન વેદમાં મળતું હાય, એને માટે પણ એમ જ માનવામાં આવ્યું છે કે તેવા આચારનું મૂળ વેદમાં જ છે, પણ વેદને તે અશ નષ્ટ થયેા છે. આમ વેદપ્રતિપાદિત આચારનું જ સમન સ્મૃતિએ કરે છે એમ મનાયું છે—જોકે વસ્તુસ્થિતિએ જોતાં સ્મૃતિએમાં એવા ઘણા આચારા છે, જેનું મૂળ તે વેદમાં નથી જ, પણ ઊલટુ વેદપ્રતિપાદિત આચારથી તે વિરુદ્ધ પણ જાય છે. બાદના નિબન્ધકારાએ આ વિરેધનું સમાધાન કરવા પ્રયત્ન કર્યાં છે, પણ તે બચાવ લૂલા જણાય છે. ખરી વાત એવી છે કે સ્મૃતિકાએ પોતાના કાળની માન્યતાઓને નિયમનું રૂપ આપી દીધુ છે, અને વેદની પ્રતિવ્હાને। માત્ર તેમાં પ્રામાણ્ય લાવવા પૂરતે। જ ઉપયાગ કર્યો છે.
શ્રુતિ અને સ્મૃતિ ઉપરાંત તિદ્વંદેનું શીલ-અનુષ્ઠાન પણુ આચરણુમામાં પ્રમાણ ગણાય છે. આનેા અથ એ થાય કે જેને આધાર શ્રુતિ અને સ્મૃતિ બન્નેમાં ન મળતા હોય, છતાં પણ તદ્વંદો કાઈ અનુષ્ઠાન કરતા હાય, તે તે સદાચાર પણ અનુયાયીઓ માટે માદક અને છે. આ ઉપરાંત ધર્માચરણના સ્ત્રોત તરીકે પુરાણા પણ છે. પુરાણામાંનાં કથાનકામાંથી પણ અમુક પરિસ્થિતિમાં કરણીય અને અકરણીય શું એના નિર્દેશ મળી રહે છે. એટલે પુરાણાને પણ સદાચરણુના સ્રોત તરીકે ગણવામાં આવે છે. છતાં પણ આચરણુ વિષે જ્યાં શંકા ઉપસ્થિત થાય ત્યાં પરિષદ અર્થાત્ વેદ અને ધ શાસ્ત્રજ્ઞાની સભા જે નિર્ણય આપે તે પણ સદાચારના સ્રોત બને છે. આમ સ્રોતા અનેક છતાં એ બધાનું મૂળ ઉદ્ગમસ્થાન વેદ છે. અને તેમાં જે સદાચાર ન હોય તે પણ છેવટે તેા તેથી અવિરુદ્ધ હેાવે! જ જોઈએ, એમ મનાયું છે. દેખીતી રીતે કેાઈ સદાચાર વેદથી વિરુદ્ધ જણાય તેાપણુ તે વેથી અવિરુદ્ધ જ છે એવી ઉપત્તિ શેાધી કાઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org