________________
જૈનધર્મચિંતન કરના ઉપદેશમાં જ બધા વિધિનિષેધે પ્રરૂપિત થઈ ગયા છે. પણ એટલું સ્વીકાર્યું છે કે સમય, દેશ આદિને અનુસરી મૂળ સાધનાને અવિરોધી એવા નિયમોપનિયમ તીર્થકર સિવાય બીજાઓના આચરણ અને ઉપદેશના આધારે પણ ઘડાયા છે, જે સમગ્રરૂપે જૈન આચરણને સ્રોત ગણાય છે. જેન આચારના મૌલિક સિદ્ધાન્ત : જ્ઞાન અને ક્રિયા
જડ ક્રિયાકાંડ યા અજ્ઞાનપૂણું આચરણને જૈન દૃષ્ટિએ આચારનું નામ આપી શકાય નહિ. સદાચારની પ્રથમ શરત છે સતજ્ઞાન યા સમ્યજ્ઞાન. પ્રથમ શ્રદ્ધા અથવા દૃષ્ટિ શુદ્ધ થવી આવશ્યક છે. દૃષ્ટિ શુદ્ધ થયે જ જ્ઞાન સમ્યગ કહેવાય છે. અર્થપ્રતિભાસરૂપ જ્ઞાન તો સર્વ કઈ કરે જ છે. પણ એ જ્ઞાન આધ્યાત્મિક પરિભાષામાં સમ્ય - ત્યારે જ કહેવાય છે, જ્યારે મનુષ્ય વસ્તુનું મૂલ્યાંકન કરતાં શીખે; -એ મૂલ્યાંકન લૌકિક દૃષ્ટિએ નહિ પણ આધ્યાત્મિક દૃષ્ટિએ થવું આવશ્યક છે. એટલે કે મેક્ષપ્રાપ્તિની દષ્ટિએ હે પાદેયને વિવેક કરવો અનિવાર્ય છે. એવા વિવેક વિનાનું જ્ઞાન સમ્યજ્ઞાન કહી શકાય નહિ. અને એવા સમ્યજ્ઞાન વિનાનો આચાર એ સદાચાર યા સમ્યમ્ આચાર કહી શકાય નહિ. આ વસ્તુને ધ્યાનમાં રાખીને - જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન વિનાનો આચાર એ ગધેડા ઉપરના - ચંદનના બોજ જેવો છે. એની ગંધનો આસ્વાદ એ શું જાણે?
પણ બીજે પક્ષે જ્ઞાન એટલે શું અને એની મર્યાદા શી, એટલે કે જ્ઞાનનું પરિમાણ કેટલું ?—આ વિષે કહેવામાં આવ્યું છે કે આચરણ માટે સમગ્ર વસ્તુઓનું તત્ત્વજ્ઞાન આવશ્યક નથી, પણ જેનો ઉપગ આચાર માટે આવશ્યક છે તેટલું જ્ઞાન જરૂરી છે. જ્ઞાન એટલે ઓછામ ઓછો આત્મ–અનાત્મવિવેક તો હોવો જ જોઈએ. પણ એ વિવેક સાક્ષાત્કાર કોટિનો નથી સમજવાને. પણ સંસારની અભિરુચિને બદલે મોક્ષની અભિરુચિ પ્રબળ બને એટલે વિવેક જરૂરી છે. સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org