________________
જેનધર્મચિંતન મહાવ્રતો છે. એક સામાયિક સાધવાથી સકલ સિદ્ધ થાય છે અને જે એ નહિ તો જીવનમાં કશું જ નહિ? આ રીતે જૈન આચરણના. પાયામાં સામાયિક વ્રત રહેલું છે.
અપ્રમાદ આત્મૌપામ્યદૃષ્ટિથી એમ તે નક્કી કર્યું કે સ્વાર્થસિદ્ધિ અર્થે બીજા અને પીડા આપવી એ સદાચાર નથી. પણ જૈન તત્ત્વજ્ઞાન તે કહે છે કે સમગ્ર લેકમાં છવો ભર્યા પડ્યા છે. શ્વાસોશ્વાસની ક્રિયા, જેના વિના જીવન ટકાવવું દુર્લભ બને છે, તે પણ બીજા જીવોને પીડાજનક બને છે. આવી સ્થિતિમાં અહિંસક કેમ રહી, શકાય ? સમભાવની સિદ્ધિ કેવી રીતે થાય ? આ પ્રશ્નનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું કે
___ जयं चरे, जय चिट्टे, जयमासे जय सए ।
जय भुजता भासतो पावकम्मं न बंधई ॥ અર્થાત યતનાપૂર્વક આચરણ કરવાથી પાપકર્મને બંધ થતું નથી. યતનાનું બીજું નામ છે અપ્રમાદ. આચારાંગમાં વારે વારે કહેવામાં આવ્યું છે કે પ્રમાદ એ હિંસા છે; આથી જાગૃતિ એ અહિંસા છે. આ સિવાય અહિંસાનો બીજો ઉપાય હતો નહિ. આથી સાવધાની, અખ-- લન, સતત જાગૃતિ, અહિંસક રહેવાની તમન્ના–આ બધું મળીને અપ્રમાદ થાય; અને જે તે હોય તો બીજા જીવને પીડા થાય છતાં,. તમે પીડાની બુદ્ધિથી પીડા નથી આપી એ દૃષ્ટિએ, તમે અહિંસક છે, આમ માનવામાં આવ્યું. એટલે આચરણના મૂળમાં આત્મૌપમ્ય સાથે અપ્રમાદને પણ સ્થાન મળ્યું. આમ સતત જાગૃત પુરુષ આભૌપમ્યદષ્ટિસંપન્ન હોય તો તેનું આચરણ સદાચાર ગણુય, સચ્ચ-- રિત્ર ગણાય.
નિવૃત્તિનું પ્રાધાન્ય આમ સમગ્ર આચરણના મૂળમાં સમભાવ હોવાથી અહિંસક જીવન વિતાવવું આવશ્યક મનાયું. અર્થાત્ એ અહિંસક જીવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org