________________
૫
જૈન આચારના મૂળ સિદ્ધાન્તા
જૈન આચારનું ધડતર સમજવા માટે વૈદિક અને બૌદ્ધ આચાર વિષે પણ થેાડુ જાણવું જરૂરી છે. એ વિના જૈન આચારના ઘડતરમાં કયાં કયાં તત્ત્વાએ કેવી રીતે ભાગ ભજવ્યા છે એ સમજવું કહેણ છે. વ્યક્તિના આચારને અધિકાંશ સમાજ ઉપર આધાર રાખે છે. અને જૈન સમાજ કે સધ કદી પણ એકલા-અટૂલા રહ્યો હાય તેમ જણાતું નથી. જૈન સમાજ સદૈવ વૈદિક સમાજની વચ્ચે રહેતે આવ્યા છે અને વચલા કાળમાં બૌદ્ધ સંધ સાથે પણ તેને સ ંપ રહ્યો છે. આવી સ્થિતિમાં જૈન સદાચારને સમજવાની ચાવી કેવળ જૈન શાસ્ત્રમાં નહિ, પણ વૈદિક અને બૌદ્ આચારની તુલનામાં પણ રહેલી છે એ સ્પષ્ટ છે. એટલે પ્રથમ વૈદિક આચારના મૂળ સ્રોતો વિષે થેડુ. વિવેચન કરીને બૌદ્ધ આચારના સ્રોતને સંકેત કર્યાં પછી જ જૈન આચાર વિષે વિવેચના કરવી સંગત છે.
વૈદિક આચારના સ્રોત
વૈદિક પર’પરાને આધાર વેદ છે, એટલે વૈદિક આચારનેા મૂળ સ્રોત શ્રુતિ–વેદ છે; અને તે અપૌરુષેય હાય કે ઈશ્વરપ્રણીત હાય–અને સ્થિતિમાં તે સંદાચારની બાબતમાં આંજ્ઞારૂપ છે. એમાં તર્ક કે ઉપપત્તિને સ્થાન નથી. અમુક આચરણ શા માટે કરવું એના કારણમાં ઊતરવાની આવશ્યકતા નથી; માત્ર તે વેદપ્રતિપાદિત છે. એટલું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org