________________
જૈન આચારના મૂળ સિદ્ધાંતા
૫૭
જોવાય છે કે દાર્શનિક સિદ્ધાંત એક હાય છે અને આચારને સિદ્ધાન્ત તેથી વિપરીત જ હાય છે. કહેવત તે એવી છે કે વિચાર તેવેા આચાર. પણ માટે ભાગે દાનિક વિચાર સાથે આચારની સગતિ મેળવવા ધાર્મિકાએ પ્રયત્ન નથી કર્યાં, એ ખાસ કરી ભારતમાં તે સ્પષ્ટ છે. વૈદિકાએ દાનિક સિદ્ધાન્તની પરાકાષ્ઠા અદ્વૈત સિદ્ધાન્ત સ્થાપીને પ્રાપ્ત કરી અને સંસારમાં જે કાંઈ છે તે એક બ્રહ્મ અથવા પરમાત્માને જ વિસ્તાર છે એમ વિચારથી નક્કી કર્યું; પણ એ વિચારને અનુકૂળ જો આચારનું ઘડતર થયું હોત તે! ભારતવષની પરિસ્થિતિ આજે જુદી જ હાત. નાત-જાતના ભેદ, સ્પૃસ્યાસ્પૃશ્યતા, પ્રાન્તીયતાવાદ, ભાષાવાદ આદિને કારણે ભારતીય સમાજ આજે જે છિન્નભિન્ન દશામાં છે તે કદી પણ ન હોત; તેને બદલે ‘વસુધૈવ કુટુ’બ’માં માનનારા એક આદ` સમાજ ભારતમાં નિમિત થયા હોત. પણ દુર્ભાગ્યે વિચાર પ્રમાણે આચારનું ઘડતર નથી થયું એ સ્પષ્ટ છે. દાાનિક દિષ્ટએ વળી બીજી પણ એક ટિ તરફ જૈન આચાર્યોએ વૈદિકાનું ધ્યાન ખેંચ્યું છે; તે એ કે આત્માને બે ફૂટસ્થ-એકરૂપ માનવામાં આવે તે આત્મામાં બુધ-મેાક્ષની વ્યવસ્થા, પુનર્જન્મ, એક અવસ્થા વટાવીને બીજી અવસ્થા પ્રાપ્ત કરવાને સભવ અને અંધથી છૂટવા મેાક્ષ માટેના પ્રયત્ન માટે આવશ્યક આચરણને પણ સંભવ નથી. સામાજિક દૃષ્ટિએ પણ જે દાનિકે એકાંત નિત્યવાદમાં માનતા હોય તેમને મતે સામાજિક સુધાર કે આચરણનું પરિવર્તન કે રાજનૈતિક વિચારધારાનું પરિવર્તન પશુ શકય નથી, સ ંભવિત નથી. એટલે તેમને સમાજ એકરૂપ રૂઢિચુસ્ત જ સભવે. આથી ઊલટુ, જે દાનિકો આત્માને ફૂટથ ન માનતા પરિણામી નિત્ય માને તેમને મતે જ પરિવર્તનને અવકાશ રહે છે. અને પરિવર્તન જીવનના વૈયક્તિક, સામાજિક, રાજનૈતિક, આર્થિક આદિ સ ક્ષેત્રોએ સવિત અતી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org