________________
જૈન સંસ્કૃતિને સંદેશ પિતાની જાતના દમનથી, પિતે જાતે જ ઇંદ્ધિાના વિજેતા બનવાથી, બધાનું દમન થઈ જાય છે, અને એના ફળરૂપે સુખ જ મળે છે. જેણે પિતાની જાતનું દમન કર્યું છે, એનું દમન કોઈ પણ વ્યક્તિ મારઝૂડ કરીને કે એને વધ કરીને નથી કરી શકતી. એટલા માટે જ શ્રેય એમાં જ છે કે પહેલાં પોતાની જાતને સંયમી અને તપસ્વી બનાવીને વિજયી બનાવવામાં આવે.
પ્રવજ્યા લેવાને માટે તૈયાર થયેલા નમિરાજને જ્યારે ઇદ્ર એમ કહ્યું કે પહેલાં આપ આપના દુશ્મનને હરાવીને પછી ખુશીથી સંયમ ગ્રહણ કરે, ત્યારે એ રાજર્ષિએ શત્રુનું દમન કરવાનો જે માર્ગ બતાવ્યો તે અત્યારના લોકોને એક ન ઉત્સાહ અને એક નવી દષ્ટિ આપે એવો છે. એમણે કહ્યું : “યુદ્ધમાં જઈને હજારે અને લાખ યોદ્ધાઓ ઉપર વિજય મેળવવો સહેલું છે, પણ પોતાની જાત ઉપર વિજય મેળવવો મુશ્કેલ છે; આત્મજય એ જ પરમ જય છે. આ પરમ જયને છોડીને હું એ તુચ્છ જયની પાછળ શા માટે દેવું ? આધ્યાત્મિક યુદ્ધ–એટલે કે પોતાની જાત સાથેનું પોતાનું યુદ્ધ–જ જ્યારે મારી સામે આવીને ઊભું છે, તો હું આ બાહ્ય યુદ્ધમાં શા માટે ફસાઉં? જે યુદ્ધનો ઉદ્દેશ સુખ જ હોય, અને જે એ સુખ મને મારી પિતાની જાત ઉપર વિજય કરવાથી મળી શકતું હોય, તો હું નાહક શા માટે સૌને મારતો ફરું ? જેમ જેમ હું બીજાઓ ઉપર ક્રોધ કરીશ, બીજાઓને ભારત ફરીશ, તેમ તેમ મારું વેર તે વધતું જ રહેશે, અને છેવટે એ મારે પોતાનો જ નાશ કરી દેશે! તો તો પછી સારું તો એ જ છે કે હું ક્રોધનો અને વેરનો જ નાશ કરવાનો પ્રયત્ન કરું. એમનો નાશ કરવામાં બીજા કિઈને દુઃખ પહોંચાડવાની તો કઈ વાત જ નથી; અને હું સુખી થઈ જાઉં છું”. અત્યારની આ દુનિયા, જે બીજાઓના સંહારમાં રત છે, એને માટે જૈન સંસ્કૃતિનો આ સંદેશ સમયને અનુરૂપ જ લેખ જોઈએ.
Jain Education International
onal
For Private & Personal Use Only
www.jainelibrary.org