________________
જૈન
ઊર્ધ્વ હાય છે, એ અનુભવની વાત હતી. પાણીમાં તૂંબડાને માટીને લેપ કરી ડુબાડવામાં આવે તે માટીને લેપ સરી જતાં તે જેમ ઊંચે આવે છે, શીગમાં રહેલ એરંડાનું ખીજ શીંગ ફૂટતાં જેમ ઊંચે ઊડે છે, તેમ જીવનાં કબ ધને! શિથિલ થતાં જીવ પણ સ્વાભાવિક રીતે . ઊંચે ગતિ કરે છે. ગતિમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય છે જ. એટલે તેને વચ્ચે કયાંય રુકાવટ નથી. પણ આમ તે એ સદા ગતિ કર્યાં જ કરે અને સ્થિરતા કયાંય થાય જ નહિ. એટલે સદનસંમત . આકાશને જૈનધર્મીમાં લેાકાકાશ અને અલેાકાકાશ એમ બે પ્રકારનું કલ્પિત કરવામાં આવ્યું અને ધર્માસ્તિકાય. અહિં દ્રવ્યાનું અસ્તિત્વ કેવળ લેાકાકાશમાં જ માનવામાં આવ્યું. અર્થાત જ એમ મનાયું કે સિદ્ધ જીવ લેાકાતે પહોંચી સ્થિર થાય છે. આ માન્યતા પણુ જૈનોની આગવી છે, અને એ પૂર્વાંકત જીવની ગતિશીલતા, ધર્માસ્તિકાય અને લેાકાકાશની જૈન માન્યતાનું તર્કસંગત પરિણામ છે. અથવા એમ કહેવું જોઈએ કે સિદ્ધાલયની કલ્પનાને અનુરૂપ થવા લેાકાકાશની કલ્પના કરવામાં આવી. એ ગમે તેમ હેાય, પણ એટલું નક્કી કે જીવની ગતિશીલતા, શરીરપરિમાણુ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લેાકાકાશ અને સિદ્ધાલય એ બધી દાનિક કલ્પના જૈન દર્શનમાં પરસ્પર અન્વિત છે. એક વિના ખીજી નિરર્થક બને છે, એમાં તે સાય નથી. અને એ જૈન દર્શનની આગવી કલ્પના છે એ પણુ એટલું જ નિશ્ચિત કહી શકાય છે.
અજીવતત્ત્વ
દર્શનનું પ્રયાજન મેક્ષ છે અને મેક્ષ એ સંસારસાપેક્ષ છે. જીવના સંસાર છે તે મેાક્ષ છે. જો સંસાર જ ન હેાય તે મેક્ષની કલ્પના નિરર્થક બને. વિશ્વમાં કેવળ છવાનું જ અસ્તિત્વ હાય, અને ખીજું કશું જ ન હેાય, તે તેને સ ંસાર ઘટમાન બને ? –આ પ્રશ્નમાંથી જીવ સિવાય પણ બીજું તત્ત્વ માનવાની આવશ્યકતા જણાઈ. ઉપનિષદના ઋષિઓના વિચાર હતા કે જીવની અવિદ્યા જ સસારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org