________________
૩૦
જૈનધમ ચિતન
સર્જન કરે છે. અવિદ્યા એ સ્વતંત્ર તત્ત્વ નથી, પણ જીવનું મિથ્યાજ્ઞાન જ છે. આ મિથ્યાજ્ઞાનને લઈ ને જ જીવને આત્મ-અનાત્મ એવા ભેદ દેખાય છે; વસ્તુતઃ આત્મા સિવાય કશું જ નથી. જ્યારે · જીવનું અજ્ઞાન નષ્ટ થાય છે, ત્યારે તેને અદ્વૈતાત્મની પ્રતીતિ થાય છે અને તે વખતે આત્યેતર બીજી કશી જ વસ્તુની પ્રતીતિ થતી નથી. આ જ તેના મેાક્ષ છે. એટલે કે ઉપનિષદના ઋષિઓના મતે વિશ્વમાં આત્મતર કેાઈ વસ્તુ તત્ત્વતઃ નથી. પણ ભગવાન મહાવીરે જોયું કે જીવને સ્વભાવ જે જ્ઞાન હૈાય તે તેને અવિદ્યારૂપ–અજ્ઞાનરૂપ પરિણામ કેમ બને ? એ પરિણામ અકારણ તા હેાય નહીં. આત્માના અવિદ્યાપરિણામનુ જે કારણ તે જ, અને તેનું સ્વરૂપ આત્માથી તે ભિન્ન જ હોવું જોઈ એ. આ પ્રમાણે તેમણે જીવ ઉપરાંત અ પુદ્ગલની કલ્પના કરી. અને જીવ અને અજીવ–કમ પુદ્ગલ–નો સંપક જ જીવમાં અવિદ્યાપરિણામની ઉત્પત્તિ કરવામાં કારણ બને છે. એ સંબંધને દૂર કરવામાં જ મેક્ષપુરુષાર્થની સાકતા છે.
આ પ્રમાણે સંસાર–બંધનો ખુલાસા કરવામાં જ અજીવતત્ત્વ હાથ લાગ્યું અને એ અજીવતત્ત્વ-પુદ્ગલથી જ સમગ્ર બાહ્ય પ્રપંચ નિષ્પન્ન છે એમ ભગવાન મહાવીરે સિદ્ધ કર્યુ. પુદ્ગલ-અજીવતત્ત્વવિષેની વિચારણામાં પરમાતત્ત્વ વિષે જૈન દનમાં જે સૂક્ષ્મ ચિંતન મળે છે તે અન્યત્ર દુ`ભ છે. પરમાણુની વિવિધ વ^ણાએનો વિચાર અને એ વણાએ વડે ક, ભાષા, મન, ઇંદ્રિય, શરીર આદિ સૂક્ષ્મ-સ્થૂલ પદાર્થો કેવી રીતે ઉત્પન્ન થાય છે એને સૂક્ષ્મ વિચાર એ જૈન દર્શનની આગવી વસ્તુ છે. અને આજના વૈજ્ઞાનિકા પરમાણુ વિષે જે હદે પહોંચ્યા છે તેથી પણ વધારે સૂક્ષ્મ વિચાર જૈનેાએ પરમાણુ વિષે કર્યાં છે એમ કેટલાક વૈજ્ઞાનિકે પણ માનવા લાગ્યા છે.
આ પ્રમાણે અહીં જૈન દર્શનનાં મૌલિક તત્ત્વાની તાર્કિક સંગતિ બતાવવાને આ પ્રયત્ન કર્યાં છે. જૈનધર્મ કે દર્શનનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org