________________
જન દર્શનનાં તો જૈનધર્મનું પ્રવર્તન કેઈએક પુરુષને નામે, શૈવ, વૈષ્ણવ આદિની જેમ, નથી ચડ્યું; પણ એ જિન–રાગદ્વેષના વિજેતાઓએ આચરેલ અને ઉપદેશેલ ધર્મનું નામ છે. આથી જૈનધર્મ કેઈ એક વ્યક્તિથી પ્રવર્તિત થયો છે કે કેઈ એક વ્યક્તિને જ તેમાં દેવ તરીકે સ્થાન છે એમ નથી, પણ જે કોઈ રાગ-દ્વેષનો વિજેતા હોય તે જિન છે અને તેમનો ધર્મ તે જૈનધર્મ. આવા જૈનધર્મના અનુયાયીઓ જૈન કહેવાય છે.
તીર્થકરેએ ઉદ્દબોધેલી માનવની શ્રેષ્ઠતા
તેઓએ કાળક્રમે જેમનામાં રાગ-દ્વેષનો વિજય જે તેમને પિતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા અને એવા વિશિષ્ટ દેવોને “તીર્થકર એવું નામ આપ્યું. આવા તીર્થકરોની સંખ્યા તેમને મતે ઘણું મોટી છે; પણ આ કાળમાં–આ યુગમાં–વિશેષતઃ ઋષભદેવથી માંડીને વર્ધમાન સુધીના ૨૪ તીર્થંકર પ્રસિદ્ધ છે. બીજા ધર્મોની જેમ તેઓ ઈશ્વરના અવતાર નથી કે અનાદિસિદ્ધ ઈશ્વર પણ નથી. પરંતુ સામાન્ય મનુષ્યરૂપે "જન્મેલ છતાં પૂર્વ સંસ્કારને કારણે અને પૂર્વ જન્મમાં વિશેષ પ્રકારની સાધના કરીને તીર્થંકરપદને પામ્યા છે. એટલે કે તીર્થકર એ આપણું મનુષ્યમાંના જ એક છે. અને તેમનો સંદેશ છે કે જે કોઈ તેમની જેમ પ્રયત્ન કરે તે તીર્થંકરપદને પામી શકે છે. મનુષ્યજાતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org