________________
જૈનધર્મ જાય છે. તે કર્મ પૂર્વજન્મની વાસનારૂપ છે અને તેને જ કારણે જીવમાં જન્મજાત વૈવિધ્ય દેખાય છે. એટલે જીવને પુનર્જન્મના ચક્રમાં ફસાયેલ માનવો જ જોઈએ. અને એ માનવામાં તેની નિત્યતા પણ સ્વીકારવી આવશ્યક છે. અન્યથા એક જ જીવના નાના: જન્મ-મૃત્યુ નહિ પણ નાના જીવના નાના જન્મ-મૃત્યુ માનવા જતાં. કર્મનો નિયમ ખોટો પડે છે. કમ એકે કયું પણ કરનારને ફળ. મળ્યું નહિ અને જેણે નથી કર્યું તેને ફળ મળ્યું—આવી અવ્યવસ્થા ઊભી થાય. એટલે એથી બચવા જીવમાં નિત્યતા પણ માનવી જોઈએ
–આમ વિચારી ભગવાને જીવતત્ત્વને નિત્ય અને અનિત્ય બને રૂપે. માન્યું. છેવદ્રવ્ય નિત્ય છે, જીવપર્યાય અર્થાત જીવપરિણામો-વિકારે.
અનિત્ય છે. જે અનિત્ય છે તે કાયમ રહી શકે નહિ, એટલે એવા. વિકારો, જે સ્વાભાવિક નથી પણ કર્મજન્ય છે, તેને જીવથી દૂર કરી શકાય છે, એમ ફલિત થાય. અને એમ ફલિત થતાં મોક્ષપુરુષાર્થને અવકાશ પણ મળે.
જે વસ્તુ ભગવાન મહાવીરે એક જીવ વિષે માની તે જ વસ્તુ : સમગ્ર લોક વિષે એટલે કે સંસારના સમગ્ર દ્રવ્ય વિષે–પછી તે જીવ હોય કે અજીવ તે બધાને વિષે–લાગુ કરી. એટલે તેમણે. કહ્યું કે વિશ્વની સમગ્ર વસ્તુઓ અનેકાંતાત્મક છે. જેમ જીવ વિષે તેમ અછવ-કર્મ વિષે પણ કહી શકાય કે જે તે એક જ રૂપ હોય
–નિત્ય જ હોય–તે સદા તે જીવ સાથે સંબધુ જ રહે, કદી છૂટું પડે જ નહિ. જે એમ બને તો તો મોક્ષ-પુરુષાર્થ કે ધર્મસાધનાને અવકાશ જ રહે નહિ. એટલે જીવની જેમ કર્મને પણ વિકારી માનવું જ જોઈએ. તેને પણ પરિણામી માનવું જ જોઈએ. એથી એમ સંભવ બને કે આજે જે કમ વસંબદ્ધ હોય તે કાલે છૂટું પણ પડી જાય.
આત્માનું શરીરપરિમાણત્વ , જીવ અને કર્મ–એ બન્નેને ઓતપ્રોત માનવાં હોય તો જીવનું પરિમાણ કેવું માનવું એ બાબતમાં ભગવાન મહાવીરની એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org