________________
- જેનાધામ સમર્થનમાં જે કેટલાક જીવોના ભાવિ ભવેનું વર્ણન આવે છે એ પણું જૈનધર્મમાં નિયતિચક્ર કેવું કાર્ય કરી રહ્યું છે તેની સૂચના આપી જાય છે. ઉપરાંત, દેશ અને કાળભેદે તીર્થંકરના અસ્તિત્વનાસ્તિત્વની જે માન્યતા છે તેમાં પણ નિયતિવાદ જ કામ કરી રહ્યો છે. અને સર્વજ્ઞતા ઉપર અતિ ભાર આપવાથી પુરુષાર્થવાદને સ્થાને કેવી રીતે નિયતિવાદ જ આવીને ઊભો રહે છે તેની પ્રતીતિ કરવી હોય તો શ્રી કાનજી મુનિનાં પ્રવચન વાંચો એટલે ખાતરી થશે કે - જૈનધર્મમાં નિયતિવાદનાં પણ બીજો સર્વથા નિર્મૂળ નથી થયાં.
આ બધું છતાં જેનધામ એ નિયતિવાદી નથી, પણ પુરુષાર્થ વાદી છે એ પણ એટલું જ સાચું છે અને તે એટલા માટે કે - ભગવાન મહાવીરના ઉપદેશને ઝોક જીવના પુરુષાર્થ ઉપર જ છે. કમના બંધનનાં કારણોનું જે વિવેચન તેમણે કર્યું છે તે બતાવે છે કે તેઓ નિયતિને નહિ પણ પુરુષાર્થને મુક્તિ પ્રાપ્ત કરવામાં બળવાને કારણે માને છે. મનુષ્ય સ્વતંત્ર છે કે તે કષાયમાં લિપ્ત થાય કે તેથી છૂટવાનો પ્રયત્ન કરે. ભવ્ય જીવન કષાયથી છૂટવું જ હોય તે એવી કોઈ તાકાતું નથી, જે તેને તેમ કરતાં રોકી શકે. આ જ પુરુષાર્થવાદ છે અને તેનું પૂરું સમર્થન ભગવાન મહાવીરના ઉપદેશ તથા જીવનમાંથી મળી રહે છે.
ચેતન-જડ સર્વ વસ્તુઓનું અનેકાંતાત્મક રૂપ
જીવોની વિવિધતા અને એમના સૂક્ષ્મ-સ્થૂલ ભેદો તો પ્રત્યક્ષ જેવાં છે, પણ સ્વરૂપે જે બધા જ જીવો સરખા છે અને બધા જ જે અવસર મળે તો સિદ્ધાવસ્થામાં સમાન બનવાની શક્યતા ધરાવે છે, તે આ બધા ભેદનું કારણ શું ? એ કારણ તે કર્મ છે, એ કહેવાઈ ગયું છે. પણ જીવ અને કર્મના એ સંબંધને કેવી રીતે ઘટાવો, કર્મ સાથે સંબંધ થવા માત્રથી જીવ પોતાના સ્વરૂપમાં વૈવિધ્યને કેવી રીતે પ્રાપ્ત કરે છે અને સંસારપ્રપંચની રચના કેવી રીતે થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org