________________
જૈનધમ કૃતાર્થતા છે. એવો પુરુષાર્થ જેણે કર્યો હોય તે આદર્શ વ્યક્તિ બને છે; અને તે પુરુષાર્થ કઈ કરે તો તે એવી વ્યક્તિનું અનુકરણ માત્ર કરે છે, એમ માનવું જોઈએ.
પણ શ્રમણેમાં પણ બ્રાહ્મણોની દેખાદેખીએ ઉપાસનાનું તત્ત્વ દાખલ થયું જ છે. પણ મૂળ નિષ્ઠામાં ભેદ હેઈ ઉપાસના છતાં તે એકપક્ષી ઉપાસના છે. ઉપાસ્ય ઉપાસક અથે કશું જ કરવા સમર્થ નથી. માત્ર તે ઉપાસ્ય ધ્રુવ તારે છે, જેને નજર સમક્ષ રાખી ઉપા-- સક પિતાને માર્ગ નકકી કરે છે. એટલે ખરા અર્થમાં આને ઉપાસના કહેવાય જ નહિ. છતાં પણ બ્રાહ્મણ પરંપરાની જેમ શ્રમણ પરંપરામાં મંદિર અને મૂર્તિના આડંબરને જે પૂર્ણ સ્થાન મળ્યું છે તે શ્રમણોના તાત્ત્વિક ધર્મમાં નહિ, પણ બાહ્ય ધર્મમાં સમાવિષ્ટ છે એમ માનવું જોઈએ. આનો ખુલાસો આ પ્રમાણે પણ કરી શકાય કે ઉપાસના. પરમ તત્વની હોય કે પિતાની, પણ તેનો માર્ગ બાહ્ય આચારમાં તો. એક જેવો જ હોઈ શકે. ભેદ જે છે તે એ છે કે એક પરમ તત્વને પ્રાપ્ત કરવા મથે છે, જ્યારે બીજે પોતાને. એકને મતે વસ્તુતઃ પરમ એ ઉપાસકથી પૃથક નથી; જ્યારે બીજાને મને પણ પોતે પણ પોતાથી ભિન્ન નથી. એકને મતે ઉપાસ્ય આદર્શાભૂત પરમ તત્વ મૂળે. એક જ છે અને અંતમાં પણ એક જ છે, પણ બીજાને મતે મૂળમાં અને અંતમાં પિતાથી ભિન્ન નહીં છતાં બીજાથી તો ભિન્ન જ છે. આ. ભેદને કારણે બ્રાહ્મણ અને શ્રમણની નિકામાં જે ભેદ છે તેનો સંપૂર્ણ સમન્વય શક્ય નથી. જેટલી હદે શક્ય હતો તે તે બન્ને સમાજે કરી જ લીધા છે. - જેને આપણે અત્યારે જૈનધર્મને નામે ઓળખીએ છીએ તેનું પ્રાચીન રૂ૫ શ્રમણ ધર્મ હતું તેને ટૂંકે પરિચય આપ્યા પછી હવે આપણે એ જોઈએ કે શ્રમણ ધર્મના એક સંપ્રદાય રૂપે જૈનધર્મને. ઈતિહાસ શું છે? તેની વિશેષતા શી છે? તેનું સ્વરૂપ શું છે ?
Jain Education International
For Private & Personal Use Only
ww
www.jainelibrary.org