________________
૧૧
જૈનધમ ચિંતન
કારણ, બન્નેની મૂળ નિષ્ઠામાં જ ભેદ છે: એનું નિવારણ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ એકતાને સંભવ નથી.
નિષ્ઠાભેદનું કારણ
ત્યારે હવે એ વિચારવું પ્રાપ્ત થાય છે કે એ મૂળ નિષ્ઠા બન્નેની કેમ જુદી રહે છે? તેમાં ઐકયને જે અવકાશ નથી મળતે તેનું કારણ શું છે?
સમગ્ર વિશ્વના મૂળમાં કેાઈ એક જ પરમ તત્ત્વ છે, તેમાંથી જ આ વિશ્વપ્રપંચની સૃષ્ટિ છે...આ છે વૈદિક નિષ્ઠા. એ તત્ત્વને બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર આદિ વિવિધ નામે એળખાવવામાં આવે છે. આ મૂળ નિષ્ઠાને કાયમ રાખીને જ બધી પરંપરાઓમાં જુદા જુદા નામે એ પરમતત્ત્વની ઉપાસનાને સ્થાન મળ્યું છે; જોકે એ એક તત્ત્વમાંથી કે એ એક તત્ત્વને આધારે કે નિમિત્તે સમગ્ર વિશ્વસૃષ્ટિની ઉત્પત્તિનું સ્પષ્ટી કરણ કરવા અનેક મતમતાંતર વિવિધ વૈદિક દના રૂપે વિકસ્યાં છે, પણ એ બધામાં એક' ઉપરની નિષ્ઠા કાયમ છે.
તેથી ઊલટુ, શ્રમણ પરપરામાં એવું કેઈ એક તત્ત્વ સ્વીકારાયું નથી, જે સમગ્ર વિશ્વપ્રપંચ માટે જવાબદાર હોય. પણ આ સંસારલીલા અનાદિ કાળથી ચાલી આવી છે, અને તેને માટે જવાબદાર જુદા જુદા વે! સ્વયં જ છે, બીજું કેાઈ નહ. એટલે અનાદિ કાળથી એક નહીં, પણ અનેક મૂળ તત્ત્વ છે. એટલે ખરી રીતે વિશ્વસ્રષ્ટા તરીકે કેાઈની ઉપાસનાને સ્થાન નથી.
વૈદિક પરંપરામાં પરમ ઉપાસ્યની કરુણા હેાય તે પરમથી છૂટા પડેલા જીવેાને પરમ પેાતાની અંદર સમાવી લે—એટલે જીવેા પરમભાવ પ્રાપ્ત કરવા પરમની ઉપાસના કરે એ સ્વાભાવિક ક્રમ છે. પણ શ્રમણામાં એવું કેાઈ પરમ તત્ત્વ ન હોઈ તેની સાથે મળવાના કે તેમાં સમાઈ જવાનેા પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતા. એટલે શ્રમણેામાં એવા મૌલિક પરમની ઉપાસનાને સ્થાન નથી, પણ અનાદિ કાળથી સંસારનું જે ચક્ર ચાલે છે, એ ચક્રની ગતિને રાકવામાં જ પુરુષાર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org