________________
જૈનધર્મચિંતન સમગ્ર આચાર પ્રવૃત્તિપ્રધાન હતા. બ્રાહ્મણોની યજ્ઞસંસ્થા અને સમગ્ર કર્મકાંડો અને તેના ફળાફળની ચર્ચા કરીએ તો સ્પષ્ટ થશે કે એ દ્વારા સ્વર્ગસુખની પ્રાપ્તિ કરવાનો એ પ્રયત્ન હતો. તેમાં નિવૃત્તિને નહિ, પણ પ્રવૃત્તિને સ્થાન હતું. આથી ઊલટું, શ્રમણોને મન પ્રવૃત્તિ એ સર્વથા ત્યાજ છે. તેમને મન ક્રિયાકાંડ પણ ત્યાજ્ય જ છે; “કરવા” કરતાં “ન કરવું એ જ એમને મન મહત્ત્વની વસ્તુ છે. બ્રાહ્મણ કર્મકાંડના રહસ્યનો વિચાર કરીએ તો તેમાં એ કર્મકાંડ કેવળ વ્યક્તિપ્રધાન નથી પણ સામૂહિક છે. એટલે બ્રાહ્મણ ધર્મ વ્યક્તિને ધર્મ નહીં પણ સમાજને ધર્મ સિદ્ધ થાય છે. એટલી ઊલટું, શ્રમણ ધર્મ એ નિવૃત્તિપ્રધાન હોઈ તે કેવલ વ્યક્તિને ધર્મ છે. એકલી વ્યકિત પણ, કેઈની પણ સહાયતા વિના, એ ધર્મનું આચરણ કરી શકે અને કરવું જોઈએ એ અપેક્ષાથી એમાં સમગ્ર આચારની ગોઠવણ છે. આવી એકાન્તિક નિવૃત્તિમાં પરસ્પરોપકારની ભાવનાને અથવા તો મહાકણું કે કરુણાને વિશેષ અવકાશ નથી રહેતે; જ્યારે બ્રાહ્મણ ધર્મ પ્રવૃત્તિપ્રધાન ધર્મ હાઈ અને ફળાફળની સમગ્ર જવાબદારી કેઈ ઉપાસ્ય ઉપર હાઈ તેમાં મહાકસણું કે કરણને અવકાશ રહે છે. આથી પરસ્પરોપકારને પણ સમાજમાં અવકાશ મળે છે. જ્યારે આ બન્ને પરંપરાને સમન્વય થયે ત્યારે બ્રાહ્મણોએ સંન્યાસ આશ્રમરૂપે શ્રમણોની નિવૃત્તિને પ્રશ્રય આ અને શ્રમણએ બ્રાહ્મણ પાસેથી કરુણુ અને મહાકણું લીધી; અને બીજા છ કરતાં તીર્થકર–જિનોની એ મહાકરણને કારણે જ વિશેષતા સ્વીકારી. આ પ્રમાણે બ્રાહ્મણો અને શ્રમણોના જીવનમાં જે એકાન્તિતા હતી તેને બદલે સમન્વય થયે અને પરિણામે તે બન્ને પરંપરાઓ બહુ જ નજીક આવી. આથી બ્રાહ્મણોએ અને શ્રમણોએ બન્નેના ઉપાસ્યોને તત્ત્વતઃ એક સ્વીકારવા સુધીની દલીલ આપવા માંડી. બ્રાહ્મણોના અનેક કર્મકાંડનું રૂપાન્તર શ્રમણએ કરી નાખ્યું અને પિતાને અનુકૂળ બનાવી તે સ્વીકારી લીધા; એ જ પ્રમાણે બ્રાહ્મ
એ પણ શ્રમણના આચારોને સ્વીકારી લીધા. આ રીતે બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org