________________
જૈનધર્મચિંતન છે એ સૂચવવા માટે પૂરતી છે. પણ એક પરંપરાએ આહંત કે જિન શબ્દ ઉપર વધારે ભાર આપે, તેથી તે પરંપરા અત્યારે આહંત પરંપરા કે જૈન પરંપરાને નામે પ્રસિદ્ધ થઈ છે, જ્યારે બીજી પરંપરાએ બુદ્ધ નામ ઉપર વધારે ભાર આપો, તેથી તે પરંપરા બૌદ્ધ પરંપરાને નામે ઓળખાઈ,
બે વચ્ચેનો ભેદ બ્રાહ્મણ અને શ્રમણોના પાર્થક્ય અને સમન્વયની ચર્ચાના અનુસંધાનમાં એ જણાવવું જરૂરી છે કે શ્રમણોની આત્મવિદ્યા બ્રાહ્મણોએ સ્વીકાર્યા છતાં શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે જે એક મોટો ભેદ ઉપનિષદ્ કાળ અને ત્યાર પછી પણ જોવા મળે છે તેના વિષે થોડે વિચાર કરવો અનિવાર્ય છે. બ્રાહ્મણોની રુચિ આત્મવિદ્યા તરફ વધી અને બ્રહ્મજ્ઞ ઋષિઓનું બ્રાહ્મણોમાં બહુમાન થવા લાગ્યું, પણ એ બ્રહ્મજ્ઞ ગણુતા ઋષિઓની ચર્ચા અને લગભગ તે જ કાળે થનાર તીર્થકરોની કે થોડા ઉત્તરકાળે થનાર ભગવાન મહાવીર અને બુદ્ધની ચર્યા તરફ આપણે જોઈએ તો એક મોટો ભેદ સામે તરી આવે છે; તે ભેદ જ્ઞાન અને ક્રિયાનો–ચારિત્રયનો છે. બ્રહ્મર્ષિએ બ્રહ્મજ્ઞાનમાં– તત્ત્વજ્ઞાનમાં પાવરધા હતા પણ ચારિત્ર્યની બાજુ તેમની નબળી હતી. યાજ્ઞવલ્કક્ય જેવા મહાન તત્ત્વજ્ઞ બ્રહ્મર્ષિના જીવનની ઘટનાઓ જુઓ અને બુદ્ધ-મહાવીર કે તેમના પૂર્વના શ્રમણોની ચર્ચા જુઓ તો વીતરાગભાવનું પ્રાધાન્ય શ્રમણોમાં મળશે, બ્રહ્મર્ષિમાં નહીં. બ્રહ્મજ્ઞ તરીકે પ્રસિદ્ધ છતાં યાજ્ઞવલ્કયને ભરી સભામાંથી ઊભા થઈને ગાયે હાંકી જઈ પોતાનું બ્રહ્મજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે એમ અભિમાન કરતાં કે એ ગાયોનો પરિગ્રહ સ્વીકાર કરતાં તેમનું બ્રહ્મજ્ઞાન તેમને આડે આવતું નથી; જ્યારે શ્રમણુધર્મને સહેજે પરિચય થતાં બુદ્ધ અને મહાવીર ઘર-બાર અને સમગ્ર પરિગ્રહ છોડી અનગાર બને છે. બ્રહ્મર્ષિ યાજ્ઞવક્યને બ્રહ્મષિ છતાં બે પત્નીઓ હતી, અને પિતાની સંપત્તિની વહેંચણીનો પ્રશ્ન તેમની સામે હતો. આ પ્રકારના પરિગ્રહધારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org