________________
ભાઈ જગમોહનદાસ કયારેક ઉંમરનાં વર્ષો ગણાય છે, અને નવાવર્ષપ્રવેશ નિમિતે વર્ષગાંઠ ઊજવીને હર્ષ વ્યક્ત કરાય છે, હાર્દિક અભિનંદને અપાય છે; તો ક્યારેક સ્વર્ગવાસનાં વર્ષોની મજલ આગળ વધે છે, અને એ નિમિત્તે સ્મરણુંજલિ કે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. અમારે માટે આ એક અંતરની શ્રદ્ધાંજલિ અર્પવાનો પ્રસંગ છે. કાળ તે નું નાની-મેટી કે કાચી-પાકી ઉમરનો ભેદ કરે છે કે ન જીવનકાર્ય પૂરું થયું કે અધૂરું રહ્યું એની રાહ જુએ છે. એની ગતિ તો સાવ ન્યારી, નિરાળી અને અકળ છે. એમાં જે કામ કરી જાય છે, તે કુતાર્થ બની જાય છે–ભલે પછી ઉંમર એની નાની હોય કે મોટી
ભાઈ જગમોહનદાસ, સેવા અને કર્તવ્યપાલનમાં પિતાનાં સમય અને શક્તિનો પૂરો સદુપયોગ કરીને, આ રીતે જ નાની ઉંમરમાં પણ પિતાની કાતિની સુવાસ મૂક્તા ગયા !
* * અમે ચાર ભાઈ અને ચાર બહેનો. ચારે ભાઈઓમાં જેગમેહનદાસ સૌથી નાના પણ અભ્યાસમાં, તેજસ્વિતામાં, ઉત્સાહમાં કર્તવ્યપરાયણતામાં અને લોકપ્રિયતામાં અમારા સૌથી ચડિયાતા ! કે અમારું મૂળ વતન ખેડા, પણ વર્ષોથી અમારું કુટુંબ બહારગામ રહે છે. અમારા પૂજ્ય પિતાશ્રી એન્જિનિયર હતા; અને એમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ગંડળ અને જામનગર હતું. અને અમારા પૂજ્ય કાકા શ્રી છોટુભાઈ કેરા તે એક નિષ્ઠાવાન રાષ્ટ્રસેવક હતા. એમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે મુંબઈ એટલે મુંબઈમાં તો એમના નામની ખૂબ સુવાસ ફેલાયેલી છે. એમના સ્મરણ નિમણે મુંબઈમાં–બેરીવલીમાં પાલતું “કેરા કેન્દ્ર જાણીતું છે.
. પિતાશ્રી અને કાકાશ્રીના ઉચ્ચ અભ્યાસ અને સંસ્કારના વારસાના બળે અમે બધાંય ભાઈબહેનો કોલેજની કેળવણુ સુધી પહોંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org