________________
તાની ભાવનાથી પ્રેરાઈને સામાન્ય જનતાની જે કાંઈ થોડી-ઘણી સેવા બજાવી હતી, એને લીધે એમની ખોટ એક સામાજિક બોટ પણું બની ગઈ છે ! " એમને અંજલિ આપવાને રામગંજમંડીના નાગરિકોએ શોક સભા ભરી હતી, અને પોતાના આવા એક હિતચિંતકને કેવળ શબ્દોથી અંજલિ આપીને સંતોષ નહીં માનતાં એમના સ્મરણું નિમિત્તે સારી એવી રકમ ભેગી કરીને, શ્રી. કેરા બાલમંદિરની
સ્થાપના કરી છે. આમાં વધારે નોંધપાત્ર બીના તો એ છે કે આ કાર્યની શુભ શરૂઆત કંપનીના મજૂરોએ પિતાની આવકના દસ ટકા એ ફાળામાં આપીને કરી હતી. પ્રભુને પ્યારાં એવાં નાનાં બાળકોની કેળવણીની આ સંસ્થા ભાઈ જગમોહનદાસે પ્રાપ્ત કરેલ સદ્ભાવ અને લેહચાહનાનું સ્મારક બની રહેશે.
આ દુઃખદ ઘટના અમારા માટે પ્રેરક બની; અને બંધુશ્મરણથી કેવળ હંમેશાં દુઃખી થવાને બદલે એમના સ્મરણ નિમિત્તે શ્રી જગમેહનદાસ કોરા સ્મારક પુસ્તકમાળાને આ નાનું સરખો સ્મૃતિદીપ પ્રગટાવવાની અમારા અંતરમાં ભાવના જાગી.
સ્વર્ગવાસી બંધુનો આ સ્મૃતિદીપ અમને વધુ ને વધુ સત્કાર્યનો પ્રેરક બનો એ જ અભ્યર્થના !
કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org