________________
સરળ બની જાય છે આમછતાં સંઘયણના અભાવે આ ભવમાં મુક્તિ પ્રાપ્ત થતી નથી. તેથી ભવાંતરમાં પણ પ્રભુ અને પ્રભુના શાસનની પ્રાપ્તિ અતિસુલભ બને તે માટે ૯મી પ્રાર્થનામાં ભવોભવ પ્રભુના ચરણની સેવાની માંગણી કરાય છે. છેલ્લી ચાર પ્રાર્થના દ્વારા વળી દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ તથા ભવાંતરમાં બોધિની યાચના કરાય છે.
અહીં ખાસ લલિતવિસ્તરા, યોગશાસ્ત્ર વગેરે કેટલાક ગ્રંથોમાં જયવીયરાયની બે ગાથા સુધીનું જ વિવેચન છે, તેથી બાકીની ગાથાઓનો પાછળથી પ્રક્ષેપ થયો હોય તેવી સંભાવના છે. આમહોય તો પણ પાછળથી પણ ગીતાર્થ આચાર્ય ભગવંતોએ કરેલ તે વાતોની આપણે ઉપેક્ષા કરવાની નથી. તેથી પાછળથી પ્રાર્થનાઓ પણ સહૃદયથી કરવાની છે.
એક જ જયવીયરાય સૂત્રમાં શીધ્ર મુક્તિ સુધી પહોંચાડવાની તાકાત છે. પરંતુ જયવીયરાય સૂત્ર પૂર્વે ચૈત્યવંદન ભાવથી કરાય તો છેલ્લે જયવીયરાયમાં સારું પ્રણિધાન થઈ શકે. વળી ચૈત્યવંદનમાં ભાવો લાવવા માટે શ્રાવકોએ અવશ્ય ઉત્તમદ્રવ્યોથી પ્રભુપૂજાદિ કરવી જોઈએ.
માટે ગૃહસ્થોએ ઉત્તમદ્રવ્યથી અત્યંત ઉલ્લાસથી પ્રભુપૂજા. (અષ્ટપ્રકારી) કરી ભાવપૂર્વક દેવવંદન કરવું અને ભાવની ધારામાં આગળ વધતા છેલ્લે જયવીયરાયસૂત્ર પ્રણિધાન સૂત્ર) અત્યંત ગદ્ગદ્ હૈયે બોલી પ્રભુ પાસે આ પ્રાર્થના કરવાની છે. આ રીતે