________________
चिन्त्यमाहात्म्योपेतान् चिन्तामण्यादीनिव मनःशुद्ध्याराधयन्नभीष्टफलमवाप्नोति ॥
વસ્તુસ્વભાવ જ એવો છે કે અચિંતચિંતામણી મહાભાગ તીર્થકરોની સ્તુતિ કરીને વાંછિત અર્થને પ્રાપ્ત કરાય છે.
ટીકાર્થ :- “જો કે પ્રભુ વીતરાગાદિ હોવાના કારણે પ્રસાદ કરતા નથી, તો પણ અચિંત્ય મહાભ્યયુક્ત તેઓની ચિંતામણી આદિની જેમ મનઃશુદ્ધિથી આરાધના કરનાર ઈષ્ટફળને પ્રાપ્ત કરે
આ પરમાત્મા સમક્ષ તીવ્રભાવપૂર્વક કરેલી પ્રાર્થના અવશ્ય સફળ થાય છે.
અહીં મારો પ્રયત્ન પણ એ માટે જ છે. ‘જયવીયરાય’ સૂત્ર દ્વારા થતી પ્રાર્થનાઓ વધુ તીવ્ર ભાવવાળી બને અને શીવ્ર ફળદાયી બને.
અહીં બધી જ પ્રાર્થનાઓનું વિશદ વિવેચન કરેલ છે. પ્રથમ છ પ્રાર્થના ભાવપૂર્વક કર્યા પછી તે છ વસ્તુ જીવનમાં લાવવા પ્રયત્ન કરવાનો... પ્રાર્થનાના બળથી તેમાં અવશ્ય સફળતા મળશે અને આ છ વસ્તુની વ્યવસ્થિત પ્રાપ્તિ થયા પછી ૭મી અને ૮મી પ્રાર્થનામાં યાચના કરેલ ‘સદ્દગુરુનો યોગ’ અને ‘તેમના વચનનું અખંડ પાલન’ પણ પ્રાપ્ત થશે.
સદ્ગુરુના વચનની આરાધનાથી છેક મુક્તિ સુધીનો માર્ગ