________________
G
S
'
'
''
ક્ષત્રપ વંશના લેખો રુદ્રદામનના સમયના અધાઉમાંથી મળેલા શિલાલેખ
નં. ૨ થી ૫ સને ૧૯૦૬ ના જાન્યુઆરીમાં ડે.દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે ભૂજમાં રાજમહેલ પાસે ઈજનેર ખાતાના કે ઠારમાંથી છ પત્થર ઉપરના લેખે શોધી કાઢયા. આ લેખ પહેલા ખાવડા અગર પચ્છમમાં અલ્પાઉમાંથી મળી આવ્યા હતા. એ લેખે ત્યાં યાદગીરિ તરીકે એક ટેકરા ઉપર ઉભા હતા. પરન્તુ સ્વ૦ દિવાન દિ. બ. રણછેડભાઈ ઉદયરામ પોતાના પ્રાચીન વસ્તુઓના શોખને લીધે તેને ભુજ લાવ્યા હતા. ભુજના ફરગ્યુસન મ્યુઝિયમમાં એકંદર પત્થરના છ લેખે છે. તેમાંના પાંચમાં સૈારાષ્ટ્રના ક્ષેત્રની બીજા વંશની એટલે ચપ્ટન કુટુમ્બની હકીકત છે. અને બાકીને એક પાંચમી અને છઠ્ઠી સદીના લેખને રહેલ શેડો ભાગ છે. ચાર લેખ સુદ્રદામાનના રાજ્યના સમયના છે અને મારાષ્ટ્રના ક્ષત્રપેના શિકકા તથા લેખમાં લખેલ સંવતના પર માં વર્ષમાં કોતરેલા છે, જ્યારે પાંચમે લેખ મહાક્ષત્રપ રુદ્રસિંહ પહેલાના રાજ્યના સમયને છે અને તે જ સંવતના ૧૧૪ માં વર્ષમાં કતરેલ છે.
ડે. ભાંડારકરે સને ૧૯૧૪-૧૫ ના વાર્ષિક રીપોર્ટના ભાગ ૨ (બ) ના ૧૫ મા પેરેગ્રાફની છેલી બે લીટીઓમાં ઉલ્લેખ કરેલે પાંચમો લેખ હજી તેના મૂળ સ્થાને જ હોય તેમ લાગે છે.
આ સ્થળે પ્રકટ કરેલા સકદામનના પર મા વર્ષના લેખે કચ્છના દિવાન દિ. બ. રણછોડભાઈ ઉદયરામે અધાઉથી ભુજ આણેલા તે જ છે. આ લેખે ભુજના ફરગ્યુસન મ્યુઝિયમની મુખ્ય સીડી નીચે લાકડાના માંચડા ઉપર ગોઠવેલા છે.
અલ્પાઉ અગર અધેઉ કચ્છ સ્ટેટમાં ખાવડા અગર પચ્છમ પાસે એક હાનું ગામડું છે અને લેટીટયુડ ૨૩°૪૬ ૧૦” લાંજી ટયુડ ૬૯પ૩ ૫૫” ઉપર આવેલું છે.
લેખે પત્થરના લાંબા અને સાંકડા કકડાઓ ઉપર કોતરેલા છે. અને તેમાંના ઘણા લાંબા ને લાંબા જ કોતરેલા છે. તે કઠણ પથરો ધીમે ધીમે ખવાઈ ગયેલા છે.
ચારે લે છે જયદામનના પુત્ર રુદ્રદામનના રાજ્યના સંબંધના છે. તેના નામ પહેલાં તેના દાદા, સ્સામોતીકના પુત્ર ચાસ્ટનનું નામ તરતજ આવેલું છે. પણ અદ્રદામન અને ચાસ્ટનનું સગપણ બતાવનારે એક પણ શબ્દ ચારેમાંથી કઈ પણ લેખમાં વાપરેલ નથી. બધા લેખે એક જ દિવસે એટલે પર માં વર્ષના ફાગુન વદિ ૨ ને દિવસે કોતરેલા છે. આમાંના ત્રણ લેખમાં સાલનું વર્ષ શબ્દ તથા અંક બન્નેમાં બતાવેલ છે, જ્યારે ચોથામાં એકલા અંકથી જ બતાવેલું છે. તિથિ ચારેમાં શબ્દ અને અંક બનેથી બતાવેલી છે. ઈ. સન ૭૮ થી શરૂ થતા શક સંવતનું આ વર્ષ ગણવું જોઈએ, તેથી સાલ ઈ. સન ૧૩૦ ની બરાબર થશે.
ચારે લેખેને હેતુ મરણ પામેલાઓના સંબંધીઓ તરફથી તેઓની પાછળ કીર્તિસ્થંભે ઉભા કરવાનું છે. લેખમાં જ આ સ્થંભને લષ્ટી કહેવામાં આવ્યા છે. (પ્રાકૃત લઠ્ઠી-લાકડી ). લેખ “અ” માં આ સ્થંભ ઉસે કર્યાનું વર્ણન છે. તે સીહિલના પુત્ર મદને પિતાની બેન અને
* એ. ઇં. વ. ૧૬ નં. ૫ પાનું ૧૯-૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com