Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસં
દીવે લેખ કુવામાં પડવું. દેખતે ડાબે છેતરાવું. વાડમાં હાથ ધાલીએ તે કાંટા વાગેજ,
દેખતી આંખે આંધળા થઇ કુવામાં પડવું, ને નસીમનેા વાંક કહાડવા. દેખતે ડાળે આંખમાં આંગળી ચાલવા દેવી.
ઉઠે પાહાણા પગ ઉપર પડે.
આવ બલા, પકડ ગલા.
૫
પેાતાના પગ ઉપર કુવાડા મારવા. હાથે કરી પેટમાં પાળી મારવી. કાણે કહ્યું હતું કે ખેટા બાવળીએ ચડજો?૧
અળતામાં હાથ ધાલવા.
કંથેરમાં હાથ ધાલી વિમાસનું.
કાજીજી ભેંસ નહીં લાયા, ખડી અલા લાયા. ઉછળી પગ ભાંગવા નહીં. આવ બલા, પકડ ગલા, ઈસ ખલાસે ભાગનાર ભલા
He that risks danger, dies therein unpitied. He runs against a point of spear.
He that cuts himself wilfully, deserves no balsam. Look before you leap.
આખલા સામેા એસી વાગેાળે, તેથી જાનીને મનમાં વિચાર આવ્યા કરે કે આ આખલાનાં શીંગડામાં માથું નાખ્યું હોય તે ખરાખર આવી રહે. ચામાસું વીતી ગયું. આખલ। સીમનાં ખેતરના માલ ચરી પુષ્ટ થયા હતા, તે સામે કાંઠે આવીને રોજ પ્રમાણે એક દિવસ ખેઠા. જાની પણ નાહીને માળા ફેરવવા બેઠેલા, તેના મનમાં આવ્યું કે બાર મહિનાથી વિચાર કરું છું, માટે આજ માથું નાખું. હાથમાં ગૌમુખી સહિત જાની ઉચા, આખલા પાસે ગયા. આખલાની પાસે માણુસ જાય તા તે કાંઈ હાલે કે ભડકે નહિ, તેથી જાનીએ મ્હેા આગળ જઈ શીંગડાંમાં માથું નાખ્યું ત્યારે આખલા ઉભા થયા ને માણસનું માથું શીંગડાંમાં ભરાયું ાણી ભડકીને નાઠા. જાનીને ઊંચાનીચા ખૂબ કર્યો, તેના પગહાથ, છાતી છેલાયાં, તેટલામાં માણસાએ એકઠાં થઇ સાંઢને પકડ્યો, ને જાનીને છેાડાવી ખાટલામાં ધાલી ઘેર મુકી આવ્યા.
બધાં ઠપકા દેવા લાગ્યાં
ત્યારે જાની ખેાલ્યા કે,
પાપા જાનીને વાગ્યું જાણી સગાંવહાલાં જોવા આવ્યાં; તે કે, સાંઢનાં શીંગડાંમાં માથું નાંખતાં વિચાર તા કરવા હતા? “મને તમે સૌ બેવકુફ ધારી છે, પણ ખાર મહિના સુધી વિચાર કરીને જ એ કામ મેં કર્યું હતું” એમ મૂર્ખ માણસને પેાતાની ભૂલ જણાતી નથી.
૧ ખાવળીએ ચડ્યા ને કાંટા વાગ્યા એટલે છેકરે, બાપા, બાપા, મ્હી બૂમ પાડી ત્યારે બાપે ઉપલી કહેવત કહી.
૨ નાસવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com