Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૧૮૭
સાસુ શિખામણ દે ત્યારે વહુ કીડીઓ ગણે. કથા ચાલે ત્યારે છે. વાત કરવા માંડે, એટલે આકાશના તારા ગણે. વાંસ નળીમાં ફૂંક. કાન હેઠળ કહાડી નાંખવું. ૪૪૮, તેરા તેલ ગયા મેરા ખેલ ગયા. ૪
તેરા તેલ ગયા મેરા ખેલ ગયા. તારી વાત ગઈ મારી રાત ગઈ તેરા બેલ ગયા, મેરા તેલ ગયા. તેરા માલ ગયા, મેરા ખ્યાલ ગયા. No longer pipe, no longer dance. ૪૯. જેને આશુ આંધળે તેનું કટક કુવામાં. ૬ જેને આગુ આંધળે તેનું કટક કુવામાં. ઉસ્તાદ બેસે પાસ તો કામ આવે રાશ.' મૂર્ખની સરદારી હેઠળ બધા મૂર્ખ બને. રાજા વંઠયે દેશ ઉજડ. ગુરૂ આંધળા તેના ચેલા ભીંત. દેહ–ગમ વિનાને ગામેતી, અજડ હેય દીવાન;
રંજાડે રૈયતને જે, ચાર દિના મેમાન. ૩૯૯ ૪૫૦. જેને અહી ખપ તેને ત્યાં ખપ. ૩ જેને આંહી ખપ તેને ત્યાં ખપ. ઘરમાં માન તેનું બહાર પણ માન, જે જગતમાં ભલો કહેવાશે, તેને વાસે સ્વર્ગમાં. ૫૧. એક આપે ને બીજે વારે, તેને ઘાલે જમના બારે. ૬ એક આપે ને બીજે વારે, તેને ઘાલે જમના બારે. તેલ બાળનારનું બળે ને મસાલચી પેટ કુટે. દાતારી દાન કરે, ને ભંડારી પેટ કુટે. પારકી ગાય, પારકું ખાય, જે હાંકે તેનું સત્યાનાશ જાય. વાવરનારનું વરે, ને રંધવારાનું પિટ બળે. અન્ન તેનું પુણ્ય, રાંધનારને ધુમાડે. It is the master, and not the steward who becomes
generous at his master's cost, that deserves the
blessings of the poor. ૧ રાશ=રસ્તે ચડે. ૨ ગામેતી રાજા કે ગામ ધણું. ૩ રંજાડે હેરાન કરે. ત્યાં સ્વર્ગમાં. ૫ ધન્ય દહાડે પણ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com