Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૩૦૧૭,
ગાય ઉપર પલાણ નહીં.' ગાય લેવી દુઝતી, વહુ લેવી શોભતી. ગાયો વાળે તે અર્જુન. ગાયાં ગીત શાં ગાવાં, રાંધ્યાં ધાન શાં રાંધવાં? ગાયે ગળ્યું રતન.૨ ગારાની તલડી, લસણને વઘાર, ખુલચંદને બેટડે આખા ગામને ઉતારગાળે ગુમડાં થતાં નથી. ગુસ્સો ને પાણી હેઠાં જાય. ગુરૂ, ચેલે બહેત હુવે, તે કહે ભુખે મરેંગે ઓર ભાગ જાએગે. ગેબને માર ગોળી. ગોકળીઆ જેવું થઈ રહ્યું છે. ગેડીઆની બાજી દેખાય ખરી, પણ જુઠી. ગોદડાંમાંથી ગોરખ જાગે, બેંયમાંથી બેરિંગ જાગે.' જોયમાંથી
ભાલાં ઉઠે. ગાદમાં ઘાલી ગળું કરવું. રોપીચંદન ને ગેરૂ, તે ભાગ્યાના ભેરૂ.૫ ગોપીપુરાની ગપ, વડે ચોટે આવી ત્યારે ચુપચુપ.૬ ગેરીઆમાં ગુણ હોય તે સકણસું ખાય.9 ગળના પાણીએ નવરાવ્યો. ગોળનું ગાડું મળ્યું. ગાં–ની ખબર નથી. ૨ બેરનું ડીંટું જાણતા નથી. ગાં–માં છાણ નહીં ને મેરા નામ મીર. ગાં-માં લગેટી નહીં ને તળાવે ડેરાં. ગાં- દેખાડીએ, પણ દાંત ન દેખાડીએ. ૨ માયા દેખાડીએ, પણ
કાયા ન દેખાડીએ, ગાંડાના ગામ ન હોય. ગાંડાને ગુન્હાની શિક્ષા શું કરે.
૧ માંગણ કે ગરીબ વર્ગ ઉપર રાજને કર નહીં. પલાણ ન. ૨ તે ગાય મુવા વગર નીકળે નહીં ને ગાયને મારવી તે પણ મુશ્કેલ. ૩ ઘરમાં સંપત્તિ સંતતિથી આનંદ વરતે છે. ૪ અણધારી જગમાંથી પીડા જાગે. ૫ ભેરૂભાઈબંધ. ૬ સુરતમાં કહેવત છે. ૭ ગેરીઓ બળદ. સકણસું કણસલા સુધાંત સાંઠા. ૮ ઠગી લીધે, ફેસલા, ૯ ઘણે હાલે કે જેમાંથી અર્થ સરે તે મળે ત્યારે કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com