Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૮૮
કહેવતસંગ્રહ
હસવું ને હાણ. હસ્તે જાય ને હાડ ભાગ જાય. હસ્ત હાળો ને રોતી રાંડ તેનું ઘર ન મંડાય. હસ્યાં તેનાં વસ્યાં, ને રાયાં તેનાં બયાં. હાકમ બીન હુકમ નહીં, હુકમ બીન હાથમ નહીં. હાજતમેં હજજત નહીં. હાજાભાઈએ હદ કીધી, મુઈ ઘેડીને બરછીએ દીધી. હાડમાં બેઠું તે ખસે નહિ. હાથના છુટા ને હૈયાના છુટા.' હાથનાં કર્યા, હૈયે વાગ્યાં. હાથની આળસે મૂછ મહેડામાં આવે હાથનું ઉપાડ્યું કે તે સારું. હાથમાંથી લુટી જાય, પણ કર્મમાંથી લુટાય નહીં. હાથટી બલા કબજામાં રહે નહીં. હાથપગ દેરડી ને પેટ ગાગરડી. હાથપગને ચોખો નથી. હાથ પિલો તો જગ ગોલે. હાથ લીયા કાંસા, તે ભીખકા કયા સાંસા? હાથવેંતમાં આવ્યું છે. હાથા વગર કુહાડી શું કામ કરે ? હાથીઆ કાને ઝાલ્યા રહે નહીં. હાથી ઝુંપડામાં સમાય નહીં. હાથી તળાય ત્યાં ગધેડાં પાસગમાં જાય. હાથી દરબારે, ને દીકરી ઘરબારે શોભે. હાથી પુંછલે ત્યારે કેણ ઉપાડે. હાથીના પગમાં સૌને પગ, હાથીના સેદા થાય ત્યાં ચાળીનો પાડ કાણુ પૂછે, હાથીને માથે પણ અંકુશ હોય છે. હાથી મરે ત્યાં જ દટાય.
? Extravagant porsons are generally thoughtloss. 8 R12TI ને લંપટ છે. ૩ બહુ મોટાં માણસ ગરીબને ઘેર મેમાન થાય ત્યારે કહેવાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com