Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨
કહેવત સંગ્રહ
૬૧૨
૬૧૪
જ્યાં ત્યાં ધામો નાખી બેસે, વગર બોલાવ્યે બેલે; લાલે કહે છે માલાને, તે તરખલાને તેલે. ૬૧૧ ઘેર ઘેર જઇને ચીજે માગે, રાંક જેવો થઈ બોલે; લાલો કહે છે. માલાને, તે તરખલાને તેલે.
આનંદ કહે પરમાનંદા આનંદ કહે પરમાનદા, મુંગે મહેડે રહેવું કાં તો કહેવું સાચેસાચું, ને કાં તે નામ લેઈકહેવું. આનંદ કહે પરમાનંદા, કજીઆમાં નવ જાવું; ખીચડી ખાવી ગાંઠની, ને જ્યાં ત્યાં રઝળાવું. આનંદ કહે પરમાનંદા, ગામડે જઈને રહેવું; બાપ બાપ સી કરે, દેઈને બમણું લેવું. ૬૧૫ આનંદ કહે પરમાનંદા, બાઈઓથી છેટે રહીએ; કાં તો કહેશે વંઠી ગયે, કાં નમાલા કરીએ. આનંદ કહે પરમાનંદા, જેને પગલું ભરવું; નહીં તે મુડી ખાઈ ગાંઠની, મત વિના મરવું. ૬૧૭ આનંદ કહે પરમાનંદા, માણસ માણસે ફેર; એક લેઈને પાછા આપે, એક કરાવે ઝેર. આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર; એક ઉપરાણું કરે, એક વધારે ઝેર. આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર; એક આપે કન્યાદાન, વાળે એક ઝમેર.' આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર; એક આપે સદાવ્રત, એક માગે ઘેર ઘેર. આણંદ કહે પરમાનંદા, ચીજે ચીજે ફેર; એક લાખે શેર મળે નહીં, એક ટકાની ત્રણ શેર. આનંદ કહે પરમાનંદા, માણસે માણસે મળે; એક વગાડે શંખલે, એક વગાડે ગયે. આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ટાળા;
એક એક સારૂ મરી પડે, એક ભરાવે ઊચાળા. ૬૨૪ ૧ કન્યાના પૈસા ખાવા લઈ દુષ્ટ કામ કરે. ૨ જુદી જુદી બુદ્ધિ. ૩ ગોગત, સીતામાં જે વગાડવામાં આવે છે. તે ગત કહેવાય છે. ૪ કાળા ભેદ, તફાવત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com