Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૨૮૭
.
.
હજામ ભલભલાનાં માથાં નીચાં નમાવે. હજામકી બાતમેં, સબી ઠાકોર હજામના હાથમાં ડાહાડી આવી, તે શું એના બાપની થઈ? હજામને ત્યાં ચોરી થઈ તે નરેણી ને કાતર ગઈ હજી તે દુધીઆ દાંત છે. હજી તો પગ ભોંય અડ્યા નથી. હડફામાંહેની પાળી. હતું તે પાણું કર્યું, હતું તે હવા કર્યું. હથેળીને ગોળ, જ્યારે ખાવો હોય ત્યારે ખવાય. હથેળીમાં નચાવવું, હથેળીમાં પ્રભુ દેખાડવા.' હથેળીમાં વાળ હોય તે પૈસે હોય.૫
હર ભટ મનોર ભટ, લાવે ઘાસને ભારો;
રતાં છોકરાને હાલ ગાય, તે ગેર અમારે. હબસીની મૂઠ પકડી તે પકડી. હબસીને ડાબો કાન. હમબી નવાબ ભરૂચકે. હમારે દાદેને ઘી ખાયાથા, હમારી હથેલી સુગે. હરખઘેલા, હરખપદુડા થવું નહીં. હર દરદની દવા, દહેડ ડાહ્યાની દવા નહીં. હરણફરડકે રાતદિવસની ચિંતા. હરહર ગંગા ગોદાવરી, કાંઈક શ્રદ્ધા કાંઈક જોરાવરી. હર હિલે રોજગાર, હર બાહાને મેત. હલકી ગાલ્લી આગળ ડે. હળ છૂટયાં ને ભાત આવ્યું. હશે તે ઓરીશ, નીકર પડી ઘેરીશ.9 હવે પાછલાં બારણું કેમ લીધાં?
૧ કઈ ચાકર નહીં. ૨ નાનું બાળક છે, જુવાન છે. ૩ હડફેગલ્લે તેમાં પાળી તે ઉછળીને વાગે એવા વહેમથી જાપવામાં રાખે. ૪ To lead one by the nose. ૫ પૈસે પાસે બીલકુલ હાય નહીં તેને લાગુ, Utterly poor, ૬ બામણમાં જમણવાર તેથી સૌ નાહાય તેમ નહાવું જોઈએ. તે નાહાતી વખતે તીર્થનાં નામ લીધાં, ને શરમ ભામે નાહાવું પડ્યું. ૭ ઉંધીશ. ૮ છાનામાના નાસી ગયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com